<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

અંબાજીથી આબુ જતો ૩૨ કિલોમીટરનો રોડ બંધ

સિયાવા મેળાને કારણે અપાયું ડાયવર્ઝનઃમળતી માહિતી મુજબ, અંબાજીથી આબુ જતો ૩૨ કિમીનો રોડ રાત્રે ૮ વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યો છે

અંબાજી,તા.૧૮: અંબાજી કે આબુ પ્રવાસ જવાનું વિચારી રહ્યા હોય તો પહેલાં આ સમાચાર વાંચી લેજો. કારણ કે, અંબાજીથી આબુ સુધીના જતા માર્ગને બંધ કરવામાં આવ્યો છે. તેમજ તંત્ર દ્વારા ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, અંબાજીથી આબુ જતો ૩૨ કિલોમીટરનો રોડ રાત્રે ૮ વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સિયાવા-છાપરી અને અંબાજી જતો રસ્તો એક દિવસ (૧૮ એપ્રિલ) માટે બંધ કરાયો છે. સિયાવા મેળાના આયોજનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને તકલીફ ન પડે તે માટે ડાયવર્ઝનની સુવિધા પણ કરવામાં આવી છે. આ સિવાય મેળામાં આવતા લોકોને પણ કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.

અંબાજીથી આબુ જતો રોડ બંધ હોવાના કારણે મુસાફરો આબુ જવા માટે ગબ્બર અથવા વિરમપુર ફરીને જઈ શકાશે.

 

(10:35 PM IST)