News of Friday, 18th April 2025
ઉધના રેલ્વે સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત : અજાણ્યા પુરૂષની ઓળખ થાય તો રેલ્વે પોલીસને જાણ કરવા અપીલ
શરીર પર સફેદ કલરનુ આખી બાયનુ શર્ટ ભુરા રંગનુ પેન્ટ પહેરેલ છે ઘઉંવર્ણો રંગ અને ઉંમર આશરે 25 છે

ઉધના રેલ્વે સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરનાર અજાણ્યો પુરૂષ ઉ.વ.૨૫ ના આશરાનો રહેવાસી જણાયેલ નથી. મરણ જનાર અજાણ્યો પુરૂષ તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ કલાક: ૧૨/૫૫ વાગ્યાના અરસામા ઉધના રેલ્વે સ્ટેશન પ્લે.નં.૨ ના ઉત્તર તરફના છેડાની આગળ કિ.મિ.નં.૨૬૩/૦૧ ની બાજુમા મેન અપ રેલ્વે લાઇન પર ટ્રેન નં.19016 સૌરાષ્ટ્ર એક્સ. ટ્રેનની આગળ આવી પડતુ મુકતા કંમરના ભાગેથી કપાઇ અલગ થઈ જઈ સ્થળ પર મરણ ગયેલ છે. જે મરનારની લાશ તથા લાશ ઉપરના કપડાનુ વર્ણન તથા ફોટો નીચે મુજબ છે. જેની ઓળખ થઈ નથી. ઉપરોકત ફોટોમાં દેખાઈ આવતા અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિ. છે.
મરનારની લાશનું વર્ણન:ઉવ:-૨૫ ના આશરાનો, રંગે:-ઘઉં વર્ણનો, બાંધો:-મધ્યમ, ઉંચાઇ: ૫ X ૪
કપડાનું વર્ણન :બદનમાં સફેદ કલરનુ આખી બાયનુ શર્ટ ભુરા રંગનુ પેન્ટ, બ્લ્યુ કલરનો જાંગીયો પહેરેલ હતુ.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
