<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરા માર્કેટયાર્ડમા 340 રૂપિયા બોલાયો: જાણો અન્ય 15 યાર્ડના શું રહ્યાં ભાવ

ગુજરાતની 15 માર્કેટ યાર્ડમાં કુલ 8,753.60 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 15 માર્કેટ યાર્ડમાં કુલ 8,753.60 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ બીલીમોરા માર્કેટ યાર્ડમા 340 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 235 રૂ. અને નીચો ભાવ 55 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય આણંદમાં 300 રૂ., કપડવંજમાં 280 રૂ., જામનગરમાં 225 રૂ., ગોંડલમાં 221 રૂ., મહુવામાં 209 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,753.60 ટન ડુંગળીની આવક થઇ છે.

(11:53 PM IST)