<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

સપ્ટેમ્બરમાં આ સિઝનનો સૌથી વધુ વરસાદ ખાબકશે :સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે: પરેશ ગોસ્વામીની આગાહી

એકાદ અતિવૃષ્ટિ આપણે ભાદરવા મહિના દરમિયાન પણ જોવા મળી શકે: થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અનેક જગ્યાએ જોવા મળશે. જેથી કરીને પાછળ શિયાળું પાક હોય ઉનાળું પાક હોય એ કરી શકે

 

--

અમદાવાદ :રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આજે હવામાન વિભાગ ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, આ વખતે ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આમ જોવા જઈએ તો સપ્ટેમ્બર 2025 છે તે ખૂબ અગત્યનો મહિનો હોય છે. અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર મહિનો હોય જ્યારે ગુજરાતી મહિના પ્રમાણે હશે ભાદરવો. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાદરવો ભરપૂર રહે છે ખૂબ માત્રામાં વરસાદો પણ જોવા મળે છે. સપ્ટેમ્બરમાં વરસાદ પડે તો આપણે શિયાળું પાક ઉનાળું પાક એ પણ આપણે લઈ શકતા હોઈએ છીએ. છેલ્લા પાંચથી સાત વર્ષનું સરવૈયું જોવા જઈએ તો આપણે વેધર સાયકલ જે રીતે ચેન્જ થઈ છે એ પ્રમાણે પાછોતરા વરસાદ વધારે પડે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે પણ દર વર્ષની જેમ સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદ થવાના છે એટલે કે 2025ના ચોમાસામાં પણ ભાદરવો છે તે ભરપૂર રહેવાનો છે અને ભરપૂર માત્રામાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદો થશે. જેવી રીતે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ મહિના દરમિયાન જે વરસાદો એવરેજ પડ્યા હશે એના કરતાં સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પણ પડી શકે છે. એટલે જુલાઈ અને ઓગસ્ટમાં જેવી રીતે સારા વરસાદો પડવાના જ છે પણ એમના કરતાં પણ સપ્ટેમ્બરમાં આપણે વધારે વરસાદ વરસાદ પડશે જે સપ્ટેમ્બર મહિનામાં રેગ્યુલર વરસાદ જે પડતા હોય એની જે એવરેજ હોય એ 100% એવરેજ કરતાં પણ સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડી શકે છે.

તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બર છે એ 30 દિવસનો મહિનો હોય છે હવે 30 દિવસની અંદર કદાચ 8થી નવ દિવસ આપણે એવું બને કે એમાં વરસાદ ન હોય બાકી 20થી 21 દિવસ સુધી આપણે વરસાદો જોવા મળશે. એકંદર સપ્ટેમ્બર મહિનો છે સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો છે એ હેલીનો માહોલ પણ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ થશે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદો પડશે. તેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અનેક જગ્યાએ જોવા મળશે. જેથી કરીને આપણે પાછળ શિયાળું પાક હોય ઉનાળું પાક હોય એ કરી શકીએ આ ટાઈપના પાણીની વ્યવસ્થાઓ પણ સપ્ટેમ્બરમાં થશે.

તેમણે જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં કદાચ એવું પણ બનશે કે સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિવૃષ્ટિના માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. એટલે એકાદ અતિવૃષ્ટિ આપણે ભાદરવા મહિના દરમિયાન પણ જોવા મળી શકે છે. એટલે સપ્ટેમ્બર મહિનો છે એ પણ ફૂલ વરસાદનો રહેવાનો છે. પણ મહત્વની બાબત એ છે કે વરસાદની જે વિદાય હોય છે મોન્સુન વિથડ્રોલ પ્રોસેસ હોય એ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં એની શરૂઆત નહીં થાય.

(1:26 PM IST)