<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

ગુજરાત હાઇકોર્ટને વધુ એક ન્યાયધીશ મળ્યા : કર્ણાટકના શ્રીનિવાસન સંજય ગોડાની બદલી

સુપ્રીમ કોર્ટે 7 ન્યાયધિશોની કરી બદલી : કર્ણાટકના શ્રીનિવાસન સંજય ગોડાની ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સફર

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટને વધુ એક ન્યાયધીશ મળ્યા છે કર્ણાટકના શ્રીનિવાસન સંજય ગોડાની ગુજરાત હાઇકોર્ટમાં બદલી કરાઈ છે

  જાણવા મળ્યા મુજબ સુપ્રીમ કોર્ટે 7 ન્યાયધિશોની બદલી કરી છે જેમાં કર્ણાટકના શ્રીનિવાસન સંજય ગોડાની ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરાઈ છે

 અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશને નિમણૂક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કોલેજિયમની બેઠક 19 માર્ચે યોજાઈ હતી, જેમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત પણ હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે લિયાકથુસૈન શમસુદ્દીન પીરઝાદા, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દીપક મનસુખલાલ વ્યાસ, ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ અને રોહનકુમાર કુંદનલાલ ચૂડાવલની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

(2:00 PM IST)