News of Monday, 21st April 2025
ઇન્ડીયન સોસાયટી ફોર ટ્રેનીંગ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા હિરલ પંડયાને એવોર્ડ
ગાંધીનગરના પત્રકાર અશ્વિન વ્યાસની સુપૂત્રી પર અભિનંદન વર્ષા

ગાંધીનગર, તા. ર૧: અહીંના શ્રીમતિ હિરલ રીતુલ પંડયાને ઇન્ડીયન સોસાયટી ફોર ટ્રેનીંગ એન્ડ ડેવલોપમેન્ટ તરફથી Individual Award મળ્યો છે. આ એ લોકો માટેનું recognition છે, જેમણે Learning & Development (શિક્ષણ અને વિકાસ) ક્ષેત્રમાં અલગ પ્રકારનું કામ કર્યું હોય - employees ને train કરવું, workshops અને sessions ઓર્ગેનાઇઝ કરવી, નવી રીતો દ્વારા શીખવાનું સરળ બનાવવું, અને લોકોની growth માં મદદરૂપ બનવું તેવો હેતુ હોય છે.
હિરલ પંડયા જણાવે છે મને આ પુરસ્કાર એ માટે મળ્યો છે કેમ કે મેં છેલ્લા ઘણાં વર્ષોથી company માં જુદા જુદા departments માટે impactful training programs ડિઝાઇન કર્યા છે, નવી ટેકનોલોજી જેવી કે AI, Excel Automation વગેરેનો ઉપયોગ શીખવાડયો છે, અને લોકોની real-life problems શીખવાના માધ્યમથી solve કરવામાં મદદ કરી છે. આ recognition મને મારા કામ માટે મળ્યું છે - પણ પાછળ સૌને સહયોગ અને આશીર્વાદ છે જે મને હંમેશાં આગળ વધવા પ્રેરિત કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હિરલ પંડયા ગાંધીનગરના જાણીતા પત્રકાર શ્રી અશ્વિન વ્યાસના સુપુત્રી છે. તેણી ભૂતકાળમાં અદાણી ગ્રુપમાં સેવા આપી ચુકયા છે. હાલ વેલ્સપન કંપની સાથે જોડાયેલા છે
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
