<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

સાણંદના કલ્હાર બ્લુ ગ્રીનના બંગલોમાં પોલીસના દરોડા :દારુની મહેફિલ સાથે IPL મેચ પર સટ્ટો રમાડનારા 7 આરોપીઓ ઝડપાયા

સમગ્ર કેસમાં ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધાઈ : 13 મોબાઈલ ફોન, 5 વાહનો, ટીવી સહિતનો 33 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે : બંગલા માંથી 26 દારૂનો બોટલો અને 4 બિયરના ટીન પણ મળી

 સાણંદના કલ્હાર બ્લુ ગ્રીનના બંગલોમાં પોલીસે દરોડા પાડીને દારુની મહેફિલ માણવાની સાથે આઈપીએલ મેચ પર સટ્ટો રમતા લોકોને ઝડપી પાડ્યા છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે બંગલામાં દારૂની મહેફિલ સાથે આઈપીએલ મેચ પર સટ્ટો રમાતો હતો. 

  સમગ્ર કેસમાં ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. 2.90 લાખમાં 13 મોબાઈલ ફોન, 5 વાહનો, ટીવી સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બંગલા માંથી 26 દારૂનો બોટલો અને 4 બિયરના ટીન પણ મળી આવ્યા છે. 

  બંગલામાંથી 33 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલાઓમાં સહદેવસિંહ ઝાલા, હિરેન માંકડીયા, વીરલ અગ્રાવત, પ્રતાપ સિંધવ, પૂર્વરાજસિંહ વાઘેલા, હરપાલસિંહ વાઘેલા, સંગ્રામસિંહ ડોડીયાનો સમાવેશ થાય છે.

 


 

(6:27 PM IST)