<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

રાજ્યના ત્રણ IASને વધારાનો ચાર્જ સોંપાયો :IAS અજય પ્રકાશ, સુજાલ મેયાત્રા અને બી.એમ.પ્રજાપતિને વધારાનો હવાલો

અજય પ્રકાશ ડિરેક્ટર GEDAને MD UGVLનો ચાર્જ જ્યારે અજય પ્રકાશને ગુજરાત પાવર કોર્પોરેશન લી.નો ચાર્જ સોંપાયો અને IAS સુજાલ મેયાત્રાને ગુજરાત લાઈવલી હૂડ કોર્પોરેશનના MD તરીકે ચાર્જ સોંપાયો

ગાંધીનગર : રાજ્યમાં ત્રણ IASને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અજય પ્રકાશ ડિરેક્ટર GEDAને MD UGVLનો ચાર્જ સોંપાયો છે જ્યારે અજય પ્રકાશને ગુજરાત પાવર કોર્પોરેશન લી.નો પણ ચાર્જ સોંપાયો છે. જ્યારે IAS સુજાલ મેયાત્રાને ગુજરાત લાઈવલી હૂડ કોર્પોરેશનના MD તરીકે ચાર્જ સોંપાયો છે. તો IAS બી.એમ.પ્રજાપતિને MD ગુજરાત સ્ટેટ રૂરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

    અજય પ્રકાશ, IAS (RR:GJ:2011), ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) મેનેજિંગ ડિરેક્ટર, ઉત્તર ગુજરાત વિજ કંપની લિ., મહેસાણાના પદનો વધારાનો ચાર્જ સંભાળશે જ્યાંથી અરુણ મહેશ બાબુ, IAS પહેલાથી જ ટ્રાન્સફર કરવામાં આવેલા છે. 

   સુજલ જયંતિભાઈ મયાત્રા (RR:GJ:2011) IAS, ગ્રામીણ વિકાસ કમિશનર, ગ્રામીણ વિકાસ કમિશનરેટ, મેનેજિંગ ડિરેક્ટર, ને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના પદનો વધારાનો હવાલો સંભાળશે. બી.એમ. પ્રજાપતિ (SCS:GJ:2014), IAS, ગ્રામીણ વિકાસ કમિશનર, ગ્રામીણ વિકાસ કમિશનરેટ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત રાજ્ય ગ્રામીણ વિકાસ નિગમ લિ.ના પદનો વધારાનો ચાર્જ સંભાળશે

(7:08 PM IST)