<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) સિદ્ધપુર યાર્ડમા 772 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 6,191.42 ટન ઘઉંની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 6,191.42 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) સિદ્ધપુર માર્કેટ યાર્ડમા 772 રૂપિયા બોલાયો હતો. સિદ્ધપુર યાર્ડમાં નીચો ભાવ 460 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હારીજમાં 711 રૂ., જંબુસરમાં 680 રૂ., રાધનપુરમાં 645 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ ગોંડલમાં 671 રૂ. અને નીચો ભાવ 416 રૂપિયા બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,191.42 ટન ઘઉંની આવક થઇ છે.

(7:20 PM IST)