તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિકલ કૌભાંડ કેસને લઈને ડૉ.પારૂલ શાહે કહ્યું કે 'મારા કાર્યકાળમાં આ કૌભાંડ થયું નથી
ડૉ.પારૂલ શાહએ કહ્યું કે, ''કેટલાય પેપર પર મારી સહી થતી તેવી જ રીતે આ પેપરમાં પણ સહી કરાવી હતી અને કૌભાંડ થયું તે સમયે ડીન ડૉ.મનીષ પટેલ હતા

અમદાવાદની ખ્યાતનામ ‘વી. એસ. હોસ્પિટલ’નું સૌથી મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. આ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી થતી હોવાનો ખુલાસો થયો હતો. હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવતું હતું. જો કે, થોડા સમય પહેલા આ સંદર્ભે ફરિયાદ કરાઈ હતી અને ત્યારબાદ સમગ્ર ઘટનાની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી હતી. વિજિલન્સની તપાસ બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું. જે સમગ્ર કૌભાંડ કેસને લઈને ડૉ.પારૂલ શાહનું નિવેદન સામે આવ્યું છે.
અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિકલ કૌભાંડ કેસને લઈને ડૉ.પારૂલ શાહ બોલ્યા છે કે, ''મારા કાર્યકાળમાં આ કૌભાંડ થયું નથી, હું ડીન તરીકે આવી તે પહેલા 56 રિસર્ચ થયા છે. ડૉ.દેવાંગ રાણાએ રિસર્ચ માટે પર્સનલ એકાઉન્ટ આપવાની વાત કરી હતી અને દેવાંગ રાણા કમિટીના ખાતામાં રૂપિયા નાખશે તેવું કહ્યું હતું'' વધુમાં ડૉ.પારૂલ શાહએ કહ્યું કે, ''કેટલાય પેપર પર મારી સહી થતી તેવી જ રીતે આ પેપરમાં પણ સહી કરાવી હતી અને કૌભાંડ થયું તે સમયે ડીન ડૉ.મનીષ પટેલ હતા
મહાપાલિકા સંચાલિત VS હોસ્પિટલમાં રિસર્ચ કૌભાંડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. કૌભાંડમાં સંડોવાયેલા ડૉક્ટર્સને સસ્પેન્ડ કરી દેવાયા છે. ફાર્માકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ. દેવાંગ રાણાને સસ્પેન્ડ કરાયા છે. તો કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 8 ડૉક્ટર્સને છૂટા કરી દેવાયા છે. મહત્વનું છે હોસ્પિટલમાં રિસર્ચ માટે આવતી ફાર્મા કંપનીઓને મંજૂરી આપવા માટે ડૉક્ટર્સ લાખો રૂપિયા લેતા હતા. જેને લઇને કોંગ્રેસના કોર્પોરેટરે આરોપ લગાવ્યા હતા.. કોર્પોરેટરે ઉઠાવેલા સવાલને પગલે તપાસ માટે એથિકલ કમિટીની રચના કરાઇ હતી.. કમિટીના રિપોર્ટમાં ગેરરીતિ આચરાઇ હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
