<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 500 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 16 યાર્ડના ભાવ

ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 2,453.45 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 2,453.45 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 500 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 230 રૂ. અને નીચો ભાવ 75 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બીલીમોરામાં 340 રૂ., પાદરામાં 320 રૂ., અમદાવાદમાં 300 રૂ., ગોંડલમાં 251 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,453.45 ટન ડુંગળીની આવક થઇ છે.

(9:25 PM IST)