તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1365 રૂપિયા બોલાયો: જાણો 26 યાર્ડના ભાવ
ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 1,185.72 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 1,185.72 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1365 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1060 રૂ. અને નીચો ભાવ 885 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1276 રૂ., કાલાવડમાં 1205 રૂ., તળાજામાં 1175 રૂ., મોરબીમાં 1120 રૂ., વેરાવળમાં 1115 રૂ., જેતપુરમાં 1086 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,185.72 ટન મગફળીની આવક થઇ છે.


(9:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
