<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

અમદાવાદ-રાજકોટમાં સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા : 24 કેરેટ સોનું 1 લાખને પાર પહોંચી ગયું

સોનાના ભાવમાં જબરજસ્ત ઉછાળો : ટ્રેડવોર અને વિશ્વમાં થતી સોનાની આક્રમક ખરીદીને પગલે સોનું ઓલ ટાઈમ હાઇ પર પહોંચી ગયું

સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે સોનાના ભાવમાં આજે જજબરજસ્ત ઉછાળો નોંધાયો છે અને સોનું ઓલ ટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. ટૂંકમાં કહીએ તો, 24 કેરેટ સોનું 1 લાખને પાર પહોંચી ગયું છે.

અમદાવાદ-રાજકોટમાં સોનાના ભાવે તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે અને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. સોનાનો ભાવ વધવાનું મુખ્ય કારણ ટ્રેડવોર અને વિશ્વમાં થઈ રહેલી સોનાની આક્રમક ખરીદી છે.

બીજી બાજુ, ડોલરમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી સોનાના ભાવને વેગ મળી રહ્યો છે. સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે કે, સોનાનો ભાવ ભવિષ્યમાં વધશે તેવી શક્યતાઓ છે.

(9:45 PM IST)