News of Tuesday, 22nd April 2025
વન સ્ટેટ-વન RRB નીતિ મુજબ ૧લી મેથી ગુજરાત ગ્રામીણ બેંક કાર્યરત થશે
બરોડા-ગુજરાત અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેકનું વિલીનીકરણ થશેઃ કુલ ૭૪૫ શાખાઓ એક જ છત્ર નીચે રાજ્યમાં કાર્યરત થશે : કેન્દ્ર સરકારે ૬ઠ્ઠી એપ્રિલે સત્તાવાર જાહેરાત કરી હતી જે મુજબ દેશમાં હાલ ૪૩ રૂરલ રિજિયોનલ બેંક કાર્યરત

મુંબઇ તા.૨૨: કેન્દ્ર સરકારે વન સ્ટેટ - વન RRB (રૂરલ રિજિયોનલ બેંક)ની નીતિનો અમલ આગામી ૧લી મેથી કરવાની જાહેરાત કરી છે. જેના ભાગ રૂપે ગુજરાતમાં હાલ કાર્યરત બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગામીણ બેંક હવે ગુજરાત ગ્રામીણ બેંક તરીકે કાર્યરત થશે. જેનું વડુ મથક વડોદરા રહેશે.બરોડા ગુજરાત સામીણ બેંકની ૪૮૭ શાખા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની ૨૫૮ શાખાઓ મળીને કુલ ૭૪૫ શાખાઓ નવી બેંકમાં રહેશે.
કેન્દ્ર સરકારે ૬ઠી એપ્રિલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ દેશમાં હાલ ૪૩ રૂરલ રિજિયોનલ બેંક કાર્યરત છે.જેમાં એક રાજ્ય એક ગ્રામીણ બેંકની નિતી મુજબ ૧૫ બેંકો ઘટીને હવે ૧લી મેથી ૨૮ બેંકોની સંખ્યા થશે. ગ્રામ્ય બેંકિંગ ક્ષેત્રે વધુ કાર્યક્ષમતા, ઓપરેશનમાં સરળતા, બેવડી કામગીરી અટકાવવાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. દેશમાં ગ્રામીણ બેંકોના વિલિનીકરણનો આ ચોથો તબક્કો છે. અગાઉ ૨૦૦૯ થી ૨૦૧૦ દરમિયાન ૧૯૯માંથી ૮૨ બેંકો થઈ હતી. બીજી તબક્કામાં ૨૦૧૩થી ૨૦૧૫ દરમિયાન ૮૨ બેંકોમાંથી પર થઈ હતી. ૨૦૧૫ બાદ આ સંખ્યા ૫૯ ઉપરથી ઘટીને ૪૩ થઈ હતી. હવે ચોથા તબક્કામાં ૪૩ ઉપરથી થટીને ૨૮ થશે. બરોડા ગુજરાત ગામીલ બેંક ૨૨ જિલ્લામાં અને સૌરાષ્ટ્ર સામીણ બેંક ૧૧ જિલ્લામાં કાર્યરત હોવાનું જાણવા મળે છે.
૩૧મી માર્ચ ૨૦૨૪ના રોજ દેશની તમામ ૪૩ ગ્રામીણ બેંકોનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ.૭૫૭૧ કરોડનો રહ્યો હતો. જે ૨૦૨૩ની તુલનાએ ૨૬ ટકા વધ્યો હતો. ૨૦૨૩માં આ નફો રૂા.૬૧૭૮ કરોડનો હતો. જે ઓલ ટાઈમ સીઆરએઆર ૧૪.૨ ટકા દર્શાવતો હતો. ચોસ એનપીએ પણ છેલ્લા દશ વર્ષમાં સૌથી ઓછી ૬.૧ ટકા રહી હતી. ડિપોઝીટ, એડવાન્સિસ અને સીડી રેશિયોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ખોટ કરતી આરઆરબીની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અગાઉ ૬ બેંકોની ખોટ ૧૨૦૫ કરોડની હતી. જે ઘટીને ત્રણ બેંકોની ખોટ રૂા.૨૨૫ કરોડ રહી હતી. ૨૨૦૯૯ શાખાઓ દેશભરમાં છે. તમામ બેંકોમાં ૧૪ ટકા હિસ્સો, તમામ બેંકોમાં ગ્રામ્ય શાખાઓનો હિસ્સો ૩૦ ટકા, ૯૨ ટકા શાખાઓ ગામ્ય અને સેમી અર્બન વિસ્તારમાં છે. રૂા.૬.૬ લાખ કરોડની ડિપોઝિટ અને રૂા.૪.૭ લાખ કરોડનું ધિરાણ આ બેંકોએ આપ્યું હતું.(૩૮.૬)
વિલીનીકરણથી શું લાભ થશે ?
તમામ જિલ્લાઓની ગ્રામીણ બેંકોમાં કેન્દ્રિકળત સેવાઓ મળશે બેંકિંગ કામગીરી બેવડાશે નહિ.
ધિરાણ અને ગ્રામ્ય ક્ષેત્રે બેંકિંગ સેવાઓ ઝડપી મળશે
સમાન ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર - મોબાઇલબેંકિંગ
કોસ્ટ ઇફેક્ટિવ ઓપરેશન
ગ્રામ્ય વિસ્તારમાં વધુ ATM, શાખાઓ
સરકારીની નીતિઓ, સબસિડીનું ઝડપી વિતરણ,સ્કીમોનો અમલ
ગ્રામીણ બેંકોના ગ્રાહકોએ શું જાણવું જરૂરી ?
ડિપોઝિટ- એકાઉન્ટ બેલેન્સમાં કોઇ જ ફેરફાર નહિ હાલના એકાઉન્ટ નંબર. IFSC કોડ બદલાઇ શકે છે
એસએમએસ, ઇમેઇલથી માહિતી અપાશે
UPI- ATM ઇન્ટરનેટ બેંકિંગ મોબાઇલ બેંકિંગ કેટલાક ફેરફાર સાથે ચાલુ રહેશે લોન એકાઉન્ટ EMIમાં કોઈ જ ફેરફાર નહિ થાય.
પાસ બુક- ચેક બુક નવી બેંકની બ્રાન્ડિગ સાથે બદલાશે
કર્મચારીઓ ઉપર શું અસર થશે ?
કેટલીક કામગીરીનું પુનઃગઠન થશે.
બદલીઓ- અન્ય જગ્યાએ કામગીરી
એક જ એચઆર પેરોલ સિસ્ટમ
અન્ય બાબતની તાલીમ, બઢતીની શકયતા
સ્ટાન્ડડાંઇઝ બેનિફિટ- પેન્સન સ્કીમ
ટેકનોલોજિકલ ટ્રેનિંગ- યુનિફાઇડ પ્લેટફોર્મ
નવી બેંકમાં રૂપિયા ૨૦૦૦ કરોડની શેર મૂડી
નવી બેંકમાં રૂા.૨૦૦૦ કરોડની શેર કેપિટલ હશે.જેમાં રૂા.૧૦નો એક એવા ૨૦૦ કરોડ ફૂલ્લી પેઇડ શેર હશે. બંને બેંકની કુલ મૂડી જેટલી આ રકમ હશે. નવી બેંક તમામ અસ્કયામતો, જવાબદારીઓ. કોન્ટ્રાક્ટસ અને કર્મચારીઓ રાખશે. તમામ પ્રોપર્ટી, રોકાણઓ, દસ્તાવેજોની પણ દેશ વિદેશની માલિકી રહેશે. કર્મચારીઓ તેમની હાલનો હોદ્દો ધરાવશે. કર્મચારીઓની ગમે ત્યાં બદલી કરી શકશે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
