<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ગુજરાતના નિવાસી કમિશનર ડો. વિક્રાંત પાંડેનો જન્‍મદિન

રાજકોટ, અમદાવાદ, ભરૂચ, વલસાડના પૂર્વ કલેકટર

રાજકોટ : ગુજરાત સરકારના રેસીડેન્‍ટ કમિશનર તરીકે નવી દિલ્‍હીમાં ફરજ બજાવતા આઇ. એ. એસ. (ર૦૦પ વર્ષ) કેડરના અધિકારી શ્રી વિક્રાંત પાંડેનો જન્‍મ તા. રર એપ્રિલ ૧૯૭૯ ના દિવસે થયેલ. આજે ૪૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની છે.

શ્રી વિક્રાંત પાંડે ભૂતકાળમાં પાલીતાણામાં મદદનિશ કલેકટર, દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ, ભરૂચ, રાજકોટ અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, કેન્‍દ્રના ગૃહ વિભાગમાં ઇન્‍ટરસ્‍ટેટ કાઉન્‍સિલના નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૮૮૦૦૮ ૯૦૧૦૮ નવી દિલ્‍હી

(10:23 AM IST)