<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

અમદાવાદના વેજલપુરમાં ક્રિષ્ણા ટેનામેન્ટ રો હાઉસને ખાલી કરવા નોટીસ ફટકારાઈ

40 વર્ષ પહેલા બિલ્ડરે લોકોને 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરીને મકાન આપ્યા હતાં. હવે જમીનના મુળ માલિકે આ જમીન માટે કોર્ટમાં કેસ કર્યો

અમદાવાદના વેજલપુરમાં ક્રિષ્ણા ટેનામેન્ટ રો હાઉસને ખાલી કરવા નોટીસ ફટકારાઈ છે. જેના કારણે 40 વર્ષથી અહીં રહેતા લોકોમાં ચિંતા શરૂ થઈ ગઈ છે. અંદાજે 40 વર્ષ પહેલા બિલ્ડરે લોકોને 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરીને મકાન આપ્યા હતાં. હવે જમીનના મુળ માલિકે આ જમીન માટે કોર્ટમાં કેસ કર્યો હતો. જેથી કોર્ટના હૂકમનો દાવો કરીને સોસાયટી ખાલી કરવા માટે નોટીસ ફટકારાઈ છે. 

 

(11:57 AM IST)