<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

સુરતના સચીનમાં સગીરાનું ગર્ભપાત વેળાએ મોત :પોક્સો કેસમાં સગા બેન-બનેવીને 20-20 કેદની સજા :ડોક્ટરને 10 વર્ષની સજા ફટકારાઇ

પત્ની ગર્ભવતી હોય આરોપી બનેવીએ સગીર સાળીને શિકાર બનાવી : સાળી પર રેપ કરનારા બનેવીને 20 વર્ષ અને ગર્ભપાત કરનારા ડોકટરને 10 વર્ષની સજા

સુરત : સચીન જીઆઇડીસી ખાતે સાળી પર વારંવાર બળાત્કાર ગુજારી તેણીને ગર્ભવતી બનાવી બાદમાં ગર્ભપાત કરાવતી વખતે સાળીનું મોત થવાના કેસમાં આરોપી બનેવી અને તેને સાથ આપનારી બહેનને 20-20 વર્ષ અને ગર્ભપાત કરનાર ડોકટરને દસ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

પત્ની ગર્ભવતી હોય આરોપી બનેવીએ સાળીને શિકાર બનાવી હતી. મરનાર 16 વર્ષીય કિશોરીની બહેને પણ પતિને સાથ આપ્યો હતો અને લાશ પણ સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત પત્નીએ તેની બહેનનું અન્ય યુવાન સાથે પ્રેમસંબંધ હોવાનું કારણ આગળ ધરીને પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી.

સચીન ખાતે રહેતા 42 વર્ષીય આરોપી ક્રિષ્નાએ પત્ની રુપાદેવી (નામ બદલેલા છે) ગર્ભવતી હતી તે દરમિયાન 16 વર્ષીય સાળી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. પત્નીને આ વાતી જાણ હોવા છતા તેણે પતિનો સાથે આપ્યો હતો અને બંને જણા અન્ય આરોપી ડોકટર હિરેન પટેલ (શાલિગ્રામ હાઇટ્સ, અલથાણ) પાસે ગર્ભપાત કરવા માટે લઇ ગયા હતા. દરમિયાન વધુ બ્લિડિંગ થતાં કિશોરી મોતને ભેટી હતી. બાદમાં બનેવી અને બહેન લાશને લઇને ઘરે આવ્યા હતા અ્ને લોકોને કહેતા હતા કે તે બિમાર છે.

 

આરોપી બનેવી અને બહેન લાશને લઇને સીધા ઘરે પહોંચ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત વોચમેનને શંકા જતા સમગ્ર કાંડ સામે આવ્યું હતું. કોર્ટે પણ નોંધ્યું હતું કે વોચમેનની સતર્કતાને લીધે ઘટના પ્રકાશમાં આવી હતી. જો વોચમેન સતર્ક ન હોત તો આ ગુનો પણ ખુલવા પામ્યો ન હોત.

 

અલથાણ) પાસે ગર્ભપાત કરવા માટે લઇ ગયા હતા. દરમિયાન વધુ બ્લિડિંગ થતાં કિશોરી મોતને ભેટી હતી. બાદમાં બનેવી અને બહેન લાશને લઇને ઘરે આવ્યા હતા અ્ને લોકોને કહેતા હતા કે તે બિમાર છે.

કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે માનવ શરીર સાથે ચેડાવાળા કૃત્યની ગંભીરતાને ઓછી આંકવામાં આવે તો સમાજમાં એક રોંગ મેસેજ જાય. વધુમાં દિનપ્રતિદિન આવા ડિગ્રી વગરના ડોકટરો દ્વારા માનવ શરીર સાથે ચેડા કરવાના કેસોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે.

(1:16 PM IST)