News of Tuesday, 22nd April 2025
સુરતમાં વધતા જતાં આત્મહત્યાના કેસ પર પોલીસે કરાવ્યો સર્વે: રાઉન્ડ ધ કલોક કાર્યરત હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
મનોવૈજ્ઞાનિક સલાહકાર તેઓ સાથે રૂબરૂ/ફોન ઉપર જરૂરી કાઉન્સલીંગ કરી તેઓને હકારાત્મક માર્ગ પર લાવવા કોશિશ કરશ

સુરત :જો કોઈ વ્યક્તિ અભ્યાસ કારકિર્દી, કૌટુંબિક, માનસિક, વ્યવસાયિક વિગેરે કોઈપણ કારણોસર આત્મહત્યા કરવાના વિચારોથી પીડા/માનસિક તણાવ અનુભવતા હોય તેઓ અથવા તેમના મિત્ર વર્તુળમાં અથવા સગા સબંધીમાં કોઇને પણ નિરાશા જનક વિચારો આવતા હોય તો તેમની મદદ માટે પોલીસ વિભાગના નંબર-100 અથવા હેલ્પલાઇન મોબાઇલ નંબર (1) 81283 69100, (2) 81283 08100 પર સંપર્ક કરવા વિનંતી છે. તેના નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આપની મદદ માટે આ હેલ્પલાઇન પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેનાર છે.
આ હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિ આત્મહત્યા કરનાર છે. તે વ્યક્તિ હોય તો તેની સાથે ટ્રેઇન પોલીસ માણસો વાતચીત કરી તેને આત્મહત્યા કરતો બચાવવા પ્રયત્નો કરશે. ક્યારેક આવા કોલર તરીકે આત્મહત્યા કરવા જઇ રહેલ વ્યક્તિના સગા સંબંધી કે મિત્ર પણ હોઈ શકે તો પણ પોલીસ તેને બચાવવા પૂરતા પ્રયત્નો કરશે.
ક્યારેક કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં કોઇ મદદની જરૂરીયાત હોય તો પણ આ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકશે અને અત્રે મનોવૈજ્ઞાનિક સલાહકાર તેઓ સાથે રૂબરૂ/ફોન ઉપર જરૂરી કાઉન્સલીંગ કરી તેઓને હકારાત્મક માર્ગ પર લાવવા કોશિશ કરશે. આ પ્રકારના વ્યક્તિઓ અંગે સમયાંતરે ફોલો-અપ પણ લેવામાં લેવાશે. આ હેલ્પલાઇનના સ્ટાફ તમામ થાણા અધિકારીશ્રીઓ તથા PCR, મોબાઇલ વાન સાથે સંપર્કમાં રહી આ કામગીરી કરવામાં આવશે. સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ છે કે આવું અંતિમ પગલું ભર્યા પહેલા પોલીસને તક આપવા વિનંતી છે.
સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં છેલ્લા 3 વર્ષમાં અકસ્માત મોતના કેસોના અભ્યાસ કરવામાં આવ્યા હતા જેમાં લગભગ 8 હજારથી વધુ કેસ હોય અને એમાં પછી સુસાઈડના કેસ, બીમારીના લીધે મોત, પડી જવાથી મોત, તમામ પ્રકારને કાઢીને ફક્ત એવા કેસોને ડીસીપીના નેતૃત્વમાં ટીમ લાગીને કેટલા સુસાઈડના કેસ બન્યા છે, ક્યાં એરિયામાં બન્યા છે, અને શું કામ બન્યા છે તેના કારણોસર શું હતા તે અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 3 વર્ષમાં 1866 જેટલા કેસો સુસાઈડના કેસો હતા. જેમાં અલગ અલગ કારણો હતા તેના કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને અભ્યાસના અંતે જાણવા મળ્યું હતું કે ટોટલ જે સુસાઈડના કેસ હતા તેમાં 26 ટકા ફેમીલીના ઇશ્યુના કારણે થયા છે.
452 એટલે કે 24 ટકા કેસો બીમારીના કારણે લોકોએ સુસાઈડ કર્યું છે. 355 ફાઈનાસીયલને લગતા એટલે કે દેવું થઇ ગયું હોય કે આર્થિક તંગી કે બિઝનેસમાં ખોટ ગયી હોય એવા 19 ટકા કેસો છે. 104 કેસ લવ અફેર્સના છે. જેમાં લવ અફેર્સમાં નાસીપાસ થઇ ગયા હોય અને આપઘાત કર્યો હોય એ પ્રકારના છે. ડિપ્રેશનના કારણે સુસાઈડ કર્યો હોય એવા 228 કેસ છે. બ્લેકમેઈલિંગ જેવા 37 કેસ છે. આ ઉપરાંત અભ્યાસ સંબંધિત, પરીક્ષામાં નિષ્ફળ જવાથી, કારકિર્દી સંબંધિત કેસ 200 છે. આ પ્રકારના કેસોનો અમે જ્યારે એનાલીસીસ કર્યો ત્યારે ઈફેકટેડ એરિયામાં ઝોન-1 માં કુલ 496 જેટલા કેસ છે.
જેમાં વરાછામાં 103,કાપોદ્રા 171 અને સરથાણામાં 152 કેસ છે. ઝોન-2 માં લીંબાયતમાં 175 કેસ છે. ઝોન-3 ચોક બજારમાં 100 જેટલા કેસ છે. ઝોન-4 ઉમરમાં 53 કેસ છે અને ઝોન-5 માં રાંદેરમાં 111 અને અમરોલીમાં 108 કેસ છે. અને ઝોન-6 માં સચિનમાં 56 સચિન જીઆઈડીસીમાં 70 તો આ પ્રકારે સંપૂર્ણ એનાલીસીસ કરવામાં આવ્યા હતા. કારણો, જગ્યા અને શું કારણ હતું એ બધાનું એનાલીસીસ કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના બનાવો રોકવા માટે અમે હેલ્પલાઈન શરુ કરી છે. જેમાં 100 નંબર પણ છે. કોઈ પણ વ્યક્તિ મિત્ર કે સગા સંબંધી એવું લાગે કે સુસાઈડ કરી શકે છે તો 100 નંબર પર પણ કોલ કરી શકે છે. સાથો સાથે 8128369100 અને 8128308100 આ નંબર 24 કલાક કાર્યરત રહેશે. એમાં બે પોલીસ અને કાઉન્સિલર રહેશે. આ ત્રણેય લોકોની ટીમ 24 કલાક હાજર રહેશે અને રાઉન્ડ ધ કલોક પોલીસ હેલ્પલાઈન શરૂ રહેશે. લોકોને અપીલ છે કે આવું કોઈ પગલું ભરતા પહેલા એક તક પોલીસને આપવી જોઈએ પોલીસ દ્વારા કોઈને કોઈ રસ્તો કાઢવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે. કોઈ વ્યક્તિને એકલપણું કે ડીપ્રેશનમાં હોય તો અમારા કાઉન્સલર પણ વાત કરશે અમારી તમામ પીસીઆર અને અન્ય ગાડીઓ અને થાણા અમલદારો આ ટીમ સાથે સંકળાયેલી રહેશે અને જેવા અમારા પાસે મેસેજ આવશે તે મેસેજ ત્યાં પાસ થશે અને સ્થાનિક પોલીસની ટીમ પણ આ કામ જોડાશે. લોકોને વિનંતી છે કે આ પ્રકારનું પગલું ના ભરો.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
