<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

કંથારપુર વડનો પ્રવાસનધામ તરીકે વિકાસઃ કામગીરી નિહાળતા મેહૂલ દવે-રમેશ મેરજા

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર વડ ખાતે જીલ્લા કલેકટર શ્રી મેહુલ દવે અને પવિત્ર યાત્રધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજાએ મુલાકાત લઈ વિકાસ કામો નિહાળેલ તે પ્રસંગની તસ્‍વીર.

ગાંધીનગર, તા.૨૨: જિલ્લાના વિવિધ પ્રવાસન સ્‍થળોના વિકાસ માટે રાજ્‍ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે, જેનો મુખ્‍ય ઉદ્દેશ ગાંધીનગર જિલ્લાના એવા પ્રવાસન સ્‍થળો નો વિકાસ છે, જે પૌરાણિક, ઐતિહાસિક ધરોહર છે. આવા સ્‍થળોને લોકો લોકો જાણે, અને જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે સુંદર કામગીરી થાય તે માટે કલેકટર શ્રી મેહુલ કે દવેની અધ્‍યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે.

ગાંધીનગર કલેક્‍ટરશ્રી મેહુલ કે. દવે તથા સચિવશ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ  શ્રી રમેશ મેરજા સહિતના અધિકારીશ્રીઓ દ્વારા દહેગામ તાલુકાના કંથારપુર વડ ખાતે ચાલતા વિકાસ કામોની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી. જેમાં કંથારપુર મ્‍યુઝીયમની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં છે, તથા કંથારપુર પરીસર સહિતના આસપાસના વિસ્‍તારમાં પણ નિયમીત સફાઈ થાય તે અંગેની સંબંધિતોને સૂચન કરાયું હતું.

આ મુલાકાત અંતર્ગત હાલમાં કંથારપુર વડ ખાતે ચાલી રહેલ જમીન સંપાદનની પ્રક્રિયાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. તથા વનવિભાગના સંબંધિત અધિકારીશ્રીઓની કંથારપુર વડની જાળવણી કરવા માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્‍યા છે. આ મુલાકાત સમયે કંથારપુરના મંદિર પરીસરમાં હાજર ગ્રામજનો સાથે પણ મહાનુભાવો દ્વારા સંવાદ કરવામાં આવ્‍યો.

મુલાકાત દરમ્‍યાન શ્રી પાર્થ કોટડીયા, પ્રાંત અધિકારીશ્રી, ગાંધીનગર, હેતલબા ચાવડા, મામલતદાર, દહેગામ સહીતના અન્‍ય અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા.

(2:18 PM IST)