<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

સાણંદના કલ્‍હાર બ્‍લુ બંગ્‍લોઝમાં પોલીસના દરોડાઃ સાત બુકીઓ ઝડપાયાઃ ઢગલાબંધ દારૂની બોટલો કબ્‍જે

અમદાવાદઃ જિલ્લાના સાણંદમાં આવેલા કલ્‍હાર બ્‍લુ બંગ્‍લોઝમાં ગ્રામ્‍ય એલસીબીએ દરોડો પાડીને આઇપીએલ પર સટ્ટો રમતા સાત બુકીઓને ઝડપી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્‍થળ પર ૨૬  બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્‍થો જપ્ત કર્યો હતો.  દરોડા દરમિયાન સાત બુકીઓ દારૂની મહેફિલ માણતા મળી આવ્‍યા હતા. તેમજ ૧૩ મોબાઇલ ફોન, રોકડ અને ટેલીવિઝન સેટ જપ્ત કરીને વદ્યુ તપાસ કરી ત્‍યારે ૨૬ બોટલ વિદેશી દારૂ અને ચાર ટીન બિયરનો જથ્‍થો પણ મળી આવ્‍યો હોવાનું અખબારોમાં પ્રસિધ્‍ધ થયું છે.  પુછપરછમાં સહદેવસિંહ ઝાલા, હિરેન માકડીયા (ભાયાવદર, તા.ઉપલેટા, જી.રાજકોટ), પ્રતાપ સિંધવ, વિરલ અગ્રાવત (અમૃત આર્કેડ, શિવમ પાર્ક-૧, રાજકોટ), પૂર્વરાજસિંહ વાઘેલા, હરપાલસિંહ વાદ્યેલા, અને સંગ્રામસિંહ ડોડીયાના લોકોને ઝડપી લીધા હતાં. આરોપીઓએ આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો રમવા માટે ખાસ કલ્‍હાર બ્‍લુમાં બંગ્‍લો ભાડે રાખ્‍યો હતો મોટા ધડાકાની સંભાવના. (૩પ.રર)

(2:54 PM IST)