તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી બાદ દાખલ બાળક વૉર્ડમાં રમતી વેળાએ રમત રમતમાં હેરપીન મોઢામાં નાખતા તે ગળી ગયો : ઓપરેશન કરીને હેરપીન બહાર કાઢવામાં આવી
એક વર્ષનો બાળક હેરપીન ગળી ગયો હતો. જે બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા ઈએનટી વિભાગના તબીબો દ્વારા અંદાજીત અડધો કલાક ચાલેલા ઓપરેશનમાં સફળતા

સુરત : સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી બાદ દાખલ એક વર્ષનો બાળક હેરપીન ગળી ગયો હતો. જે બાદ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા દૂરબીન વડે ઓપરેશન કરીને હેરપીન બહાર કાઢવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ સુરતના નવસારી બજાર પાસે રહેતા સમીર શેખના 1 વર્ષના પુત્રને થોડા દિવસો પહેલા ઝાડા ઉલટી થતા પરિવારજનો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં બાળકને સ્ટેમસેલ બિલ્ડીંગમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તે તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યો હતો દરમ્યાન બાળક વૉર્ડમાં રમતી વેળાએ રમત રમતમાં હેરપીન મોઢામાં નાખતા તે ગળી ગયો હતો.
બાળકને શ્વાસ લેવામાં તફલીફ થતા પરિવારે તબીબોને જાણ કરી હતી અને તબીબોએ એકસ-રે કરાવતા શ્વાસનળીમાં હેરપીન ફસાઈ હોવાનું જણાયું હતું જે બાદ ઈએનટી વિભાગના તબીબો સાથે ઓપરેશન કરવામાં આવ્યું હતું. અંદાજીત અડધો કલાક ચાલેલા ઓપરેશનમાં દૂરબીન વડે બાળકની શ્વાસનળીમાંથી હેરપીન બહાર કાઢી બાળકનો જીવ બચાવાયો છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
