News of Tuesday, 22nd April 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતોનું ઓનલાઈન નિવારણ : રાજ્ય સ્વાગત કાર્યક્રમ 24 એપ્રિલે યોજાશે
અરજદારો અને રજૂઆતકર્તાઓ 24 એપ્રિલે સવારે 8:00થી 11:00 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં પોતાની રજૂઆતો આપી શકશે : મુખ્યમંત્રી બપોર બાદ નાગરિકોની રજૂઆતો સાંભળશે

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો અને પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરુવાર, 24 એપ્રિલે યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એપ્રિલ-2025નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 24 એપ્રિલે યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુરુવારે 24 એપ્રિલે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
સામાન્ય નાગરિકો અને અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરુવાર, 24 એપ્રિલે, સવારે 8:00થી 11:00 વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ રાજ્ય સ્વાગત અંતર્ગત મુખ્યમંત્રીશ્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં બપોર બાદ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
