<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમા 5200 રૂપિયા સુધી બોલાયો : જાણો 33 યાર્ડના ભાવ

ગુજરાતની 33 માર્કેટિંગ યાર્ડમાં કુલ 807.19 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 33 માર્કેટિંગ યાર્ડમાં કુલ 807.19 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5200 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3850 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ભેસાણમાં 4754 રૂ., સાવરકુંડલામાં 4730 રૂ., રાધનપુરમાં 4721 રૂ., મહુવામાં 4699 રૂ., હળવદમાં 4692 રૂ., ભાભરમાં 4640 રૂપિયા ભાવ બોલાયો હતો.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 807.19 ટન આવક થઇ છે.

(7:55 PM IST)