<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1371 રૂપિયા સુધી બોલાયો: જાણો 23 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતની 23 માર્કેટ યાર્ડમાં કુલ 797.43 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 23 માર્કેટ યાર્ડમાં કુલ 797.43 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1371 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1057 રૂ. અને નીચો ભાવ 850 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સોનગઢમાં 1360 રૂ., તળાજામાં 1256 રૂ., કાલાવડમાં 1205 રૂ., વિસાવદરમાં 1166 રૂ., માંડવીમાં 1150 રૂ., મોરબીમાં 1080 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 797.43 ટન મગફળીની આવક થઇ છે.

(7:59 PM IST)