તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
અમદાવાદમાં સહકર્મી યુવતી સાથે પોલીસકર્મીને પ્રેમ થતા પત્નીને આપ્યો ત્રાસ:સરખેજ પોલીસમાં પતિ સામે ફરિયાદ
બીજા લગ્ન બાદ પણ પતિને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા તેણે પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને અંતે તરછોડી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં 40 વર્ષીય મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનો પતિ પોલીસમાં ફરજ બજાવે છે, મહિલાના પતિના તેની સાથે બીજા લગ્ન છે, જોકે બીજા લગ્ન બાદ પણ પતિને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા તેણે પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને અંતે તરછોડી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
40 વર્ષીય વર્ષા (નામ બદલેલ છે) મકરબામાં પરિવાર સાથે રહે છે, તેના પતિ સલમાન (નામ બદલેલ છે) પોલીસ વિભાગમાં હાલ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. વર્ષાનો પતિ મુસ્લિમ હોવાથી વર્ષ 2007માં તેણે મુસ્લિમ ધર્મ પ્રમાણે કોર્ટમાં લગ્ન કર્યા હતા. જે લગ્ન જીવનમાં તેને હાલ 17 વર્ષનો દિકરો છે જે ધોરણ 12માં અભ્યાસ કરે છે અને 14 વર્ષની દિકરી ધોરણ 9માં અભ્યાસ કરે છે. વર્ષાના પતિ સલમાનને અગાઉ વડોદરાની સીયા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. જે લગ્ન દરમિયાન સલમાનને 19 વર્ષનો દિકરો છે. સલમાને વર્ષા સાથે લગ્ન કર્યા તેવી જાણ તેની પહેલી પત્ની સીયાને થતા તેણે 26 નવેમ્બર 2008નાં રોજ તેના પિયરમાં આત્મહત્યા કરી હતી. જેનાં કારણે સલમાનને નોકરીમાંથી 4 વર્ષ માટે ડીસમીસ કરી દેવામાં આવ્યો હતો અને તે 3 મહિનાં જેલમાં પણ રહ્યો હતો. જે બાદ 2022માં સમાધાન થતા પાછો નોકરી પર લેવામાં આવ્યો હતો, જે દરમિયાન વર્ષા સવા મહિનાના બાળકને લઈને 20 દિવસ વડોદરીની જેલમાં રહી હતી. તે સમયે તેનાં સાસુ અને સસરા પણ જેલમાં રહ્યા હતા.
ગત 5 એપ્રિલ 2025નાં રોજ સલમાનની પહેલી પત્નીના દિકરાનું સગપણ નક્કી કર્યું હતું, જેમાં 7 તારીખે મુહ દિખાઈ માટે જવાનું હતું. જોકે વર્ષાને પતિ સાથે વિવાદ થતા સલમાને વર્ષાને માર માર્યો હતો. જે બાદ તેણે વર્ષાને તેનાં ભાઈને બોલાવી દેવાનું કહ્યું હતું.
વર્ષાએ તેનાં ભાઈને ફોન કરી બોલાવતા ભાઈ અને ભાભી તેનાં ઘરે આવ્યા હતા. તે સમયે વર્ષાના પતિ સલમાને અને તેના દિકરાએ ભેગા મળી વર્ષાના ભાઈનું ગળુ દબાવી માર માર્યો હતો, તેનાં ભાભી વચ્ચે પડતા તેને પણ બન્નેએ માર માર્યો હતો. જે સમયે પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.
વર્ષાના પતિ સલમાન અને રીંકલ (નામ બદલેલ છે) નામની યુવતી ચાંગોદરમાં સાથે નોકરી કરતા હતા, એટલે છેલ્લાં અઢી વર્ષથી પ્રેમસંબંધ હતો, જેથી સલમાન પોલીસ સ્ટેશનનાં બહાના બતાવી અનેક દિવસો સુધી ઘરે આવતો ન હતો. આ બાબતે વર્ષા સલમાનને અવારનવાર સમદાવવાનો પ્રયાસ કરતા તેનામાં કોઈ સુધારો આવ્યો ન હતો. જેનાં કારણે વર્ષા 4 મહિનાં સુધી પોતાના પિતાના ઘરે રિસામણે ગઈ હતી.
થોડા સમય બાદ પરિવારે સમજાવતા વર્ષા પતિ સાથે રહેવા ગઈ હતી, જોકે અઠવાડિયામાં ફરી સલમાન તેની સાથે ઝધડો કર્યો હતો અને તે રિંકલ બાબતે પુછતા તે ઉશ્કેરાયો હતો અને મારે તારી સાથે જેવા સંબંધ છે તેવા જ તેની સાથે સંબંધ છે તેવુ કહેતો હતો. તેમજ પોતાને રિંકલ સાથે લગ્ન કરવાના છે, તે વર્ષાને છુટાછેડા આપી દેવાનું કહી ત્રાસ આપતો હતો. એક મહિના પહેલા 17 માર્ચના રોજ વર્ષાનો પતિ સલમાન જોડે રિંકલ બાબતે ઝધડો થતા તેણે ગળુ દવાવી વર્ષાને મારવાની કોશીષ કરી હતી, જેથી અંતે આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલીસે ઘરેલુ હિંસાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
