<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

અમદાવાદમાં ગુજરાતી સિરિયલની આર્ટીસ્ટને લગ્નની લાલચ આપી દુષ્કર્મ :નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 20 લાખ પડાવ્યા

ફિલ્મનો ડિરેક્ટર અને પ્રોડ્યુસર હોવાની ઓળખ આપી :વર્ષ 2023માં 20 હજારના ભાડે વાસણામાં મકાન લીધુ :મકાન ખાતે અવાર નવાર કૃણાલ આવતો અને લગ્નની લાલચ આપીને સંબંધ બાંધતો હતો: સ્નેહાને શંકા જતા ફરી તપાસ કરી તો કૃણાલ શાંતિથી પરિવાર સાથે રહેતો હતો

અમદાવાદમાં ગુજરાતી સિરિયલની આર્ટીસ્ટે એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતી બોલીવુડ પાર્ટીમાં ગઇ ત્યારે તેની એક શખ્સ સાથે મુલાકાત થઇ હતી. આરોપીએ પોતે ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર હોવાની ઓળખ આપી હતી. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિણીત શખ્સે પત્નીને છુટાછેડા આપવાનું કહેતા યુવતીએ વાસણામાં ભાડે મકાન લીધુ હતું. જ્યાં આરોપીએ લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં આરોપીએ નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 20 લાખ પડાવ્યા હતા. 

રાજકોટમાં રહેતી 30 વર્ષીય યુવતી સ્નેહા( નામ બદલેલ છે)  ગુજરાતી સિરિયલમાં આર્ટીસ્ટ છે. ત્રણ વર્ષ પહેલા તે મુંબઇ ખાતે બોલીવુડ પાર્ટીમાં ગઇ હતી. જ્યાં કૃણાલ મચ્છર ઉર્ફે દુષ્યંત ઝવેરી સાથે મુલાકાત થઇ હતી. કૃણાલે પોતે ફિલ્મનો ડિરેક્ટર અને પ્રોડ્યુસર હોવાની ઓળખ આપતા સ્નેહા તેની સાથે મિત્રતા કરી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત થતાં ગાઢ સંબંધ બંધાયા હતા. કૃણાલે પત્ની સાથે ઝગડા થતા હોવાથી છુટાછેડા લેવા માટે આર્થિક સપોર્ટ કરવા સ્નેહાને કહ્યુ હતું. જેથી સ્નેહાએ કૃણાલ સાથે રહેવા વર્ષ 2023માં 20 હજારના ભાડે વાસણામાં મકાન લીધુ હતું. આ મકાન ખાતે અવાર નવાર કૃણાલ આવતો અને લગ્નની લાલચ આપીને સંબંધ બાંધતો હતો. 

એક દિવસ સ્નેહા રાજકોટથી આવી ત્યારે કૃણાલ પરિવાર સાથે આ મકાનમાં સુખેથી રહેતો હતો. ત્યારે કૃણાલે ડિવોર્સ લેવા માટે પત્ની પાંચ લાખ માંગે છે પણ પોતાની પાસે ન હોવાનું કહીને કહાની ઉભી કરી હતી. કૃણાલે સ્નેહા પાસે પાંચ લાખ માંગતા તેણે મદદ કરી હતી. સ્નેહાને શંકા જતા ફરી તપાસ કરી તો કૃણાલ શાંતિથી પરિવાર સાથે રહેતો હતો. આરોપીએ સ્નેહા પાસે 50 હજાર માંગતા તેણે મનાઇ કરતા તેના નગ્ન વીડિયો મોકલીને બ્લેકમેલ કરીને 50 હજાર પડાવ્યા હતા. બાદમાં વીડિયો વાયરલ કરવાનું કહીને રૂ. 20 લાખ પડાવતા વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે


 

(8:33 PM IST)