તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
નરોડા અને બાપુનગર સ્થિત ESIC હોસ્પિટલને મેડિકલ કોલેજની મંજૂરી
૨૦૨૪-૨૫માં ૧૦ ESIC હોસ્પિટલોને મેડિકલ કોલેજની મંજૂરી આપવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો

અમદાવાદ: દેશમાં શ્રમ મંત્રાલય દ્વારા દેશની ૧૦ ESIC હોસ્પિટલોને મેડિકલ કોલેજ તરીકે મંજૂરી આપવામાં આવી છે.
જેમાં ગુજરાતમાંથી અમદાવાદના નરોડા અને બાપુનગર સ્થિત ESIC હોસ્પિટલને મેડિકલ કોલેજ તરીકે મંજૂરી આપવામાં આવી છે. ૨૦૨૪-૨૫માં ૧૦ ESIC હોસ્પિટલોને મેડિકલ કોલેજની મંજૂરી આપવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ૨૦૦ કે તેથી વધુ બેડની ESIC હોસ્પિટલોને મેડિકલ કોલેજમાં રૃપાંતરિત કરવાની જોગવાઈ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે દેશના શ્રમ મંત્રાલય દ્વારા દેશની ૧૦ ESIC હોસ્પિટલોને મેડિકલ કોલેજ તરીકે મંજૂરી આપવામાં આવી છે. ૨૦૨૪-૨૫ માટે ૧૦ ESIC હોસ્પિટલોને મેડિકલ કોલેજ તરીકે મંજૂરી આપવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મુજબ જે ૧૦ હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે તેમાં ગુજરાતમાં અમદાવાદના નરોડા અને બાપુનગર સ્થિત હોસ્પિટલને મેડિકલ કોલેજમાં રૃપાંતરિત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત ૨૦૨૫-૨૬ માટે પણ ૧૦ ESIC હોસ્પિટલોના નામ મેડિકલ કોલેજની મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતાં.
આ હોસ્પિટલોને મેડિકલ કોલેજમાં રૃપાંતરિત કરવા માટે પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેમા સુરતની ESIC હોસ્પિટલનું નામ પણ મેડિકલ કોલેજ તરીકે મંજૂરી આપવા માટે મુકવામાં આવ્યું હતું.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
