<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ગાંભોઈ પાસે પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરતી ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી

આગ લાગવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છેઃઆગે ભયંકર સ્વરૃપ ધારણ કરતાં ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતાં

સાંબરકાંઠા: ગુજરાતમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે.

સાંબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ગઈ કાલે મોડી રાત્રે ભયંકર આગ લાગી હતી. આગ લાગતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે ભયંકર સ્વરૃપ ધારણ કરતાં ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠાના હિંમતનગરમાં ગાંભોઈથી ભીલોડા હાઈવે પર ગામડી ગામ પાસે સ્થિત એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ગઈ કાલે મોડી રાત્રે અચાનક આગ લાગી હતી.

પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં હિંમતનગર ફાચર બ્રિગેડને જાણ કરાઈ હતી. કોલ મળતાંની સાથે જ ત્રણ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. આ ફેક્ટરીમાં રિસાયકલિંગ પ્લાસ્ટિકના ઢગલામાં ભયંકર આગ લાગતાં ત્રણ ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્લાસ્ટિકના રો મટીરિયલમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. ફાયરના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતાં જ ફેક્ટરીની આસપાસ રહેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

 

(10:10 PM IST)