News of Wednesday, 23rd April 2025
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૭૦ ન્યાયાધીશોને અધિક ડીસ્ટ્રીકટ જજ તરીકે બઢતી નિમણુંકના હુકમો
પ૦ જયુડીશ્યલ ઓફીસરોને અધિક સેસન્સ જજના પ્રમોશન અપાયાઃ ૬પ ટકા પ્રમોશન કવોટા હેઠળ જુનિયર ન્યાયાધીશો રાજયના અલગ-અલગ જીલ્લાઓમાં નિમણુંકો અપાઇઃ અમદાવાદમાં ૩૩ રાજકોટમાં ત્રણ સહિત ભાવનગર-અમરેલી-જામનગર સહિત રાજયભરમાં બઢતી-નિમણુંકો અપાઇઃ ર૮ એપ્રિલથી બદલીના હુકમોની અમલવારી થશે

રાજકોટ તા. ર૩: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર અદાલતોમાં ફરજ બજાવતા ૭૦ જેટલા અધિક ન્યાયાધીશોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી છે.જ્યારે ૫૦ જ્યુડિશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની નવી જગ્યાઓ પર બદલીના આદેશો જારી કર્યા છે. આ બદલીઓ આગામી ૨૮ એઙ્ઘિલ, ૨૦૨૫થી અમલમાં આવશે જે.હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર ૬૫ ટકા પ્રમોશન ક્વોટા હેઠળના જુનિયર ન્યાયાધીશોને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે જ્યુડિશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદમાં ૩૩, અમરેલી, અરવલી બનાસકાંઠા એક એક, ભાવનગરમાં ૦૭, ગાંધીનગરમાં ૦૬, ગીર સોમનાથમાં ૦૩, જામનગરમાં ૦૪, જુનાગઢમાં ૦૫, કચ્છમાં ૦૫, ખેડામાં ૦૨, મહેસાણામાં ૦૨, મહીસાગર, મોરબી અને નવસારીમાં એક, પંચમહાલમાં ૦૨ અને રાજકોટમાં ૧૪, સુરતમાં ૧૪, સુરેન્દ્રનગરમાં ૦૨ અને તાપીમાં ૦૧ મળીને કુલ ૧૬૯ જેટલા જ્યુડિશીયલ ઓફિસરની સેમ કોર્ટમાં પ્રમોટ કરાયા છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા નીચેની અદાલતોમાં ૭૦ જ્યુડીશિયલ ઓફિસરને અન્ય કોર્ટમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના ૨૮ જજો ને બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા છે જેમાં ભાવનગરના હેતલ દવેને અધિક તરીકે ભાવનગર સાવરકુંડલાના એચડી પંડિતને ફેમિલી કોર્ટ અમરેલી જૂનાગઢના આરજે મીરાણીને ખેડા સુરતના મિત્ર રસિકભાઈ ને મોરબી ભાવનગરના હાર્દિક શાહને અમદાવાદ ગ્રામ્ય એસ.બી ભટ્ટને મહેસાણા ગાંધીધામના એમ એચ ચૌહાણને વલસાડ ગાંધીધામના એમ એ શેખને પાટણ બોટાદના એ એન પટેલને સિટી સિવિલ કોર્ટ અમદાવાદ રાજકોટના બદરી કમલકુમાર વડોદરા, જામનગરના સંદીપકુમાર જામનગર, રાજકોટના જેએસ પ્રજાપતિ ને મહેસાણા, ડબલ ત્રણ માં આવેલ એક નંબર સુરતના દીપાબેન ઠાકરને ફેમિલી કોર્ટ રાજકોટ અમદાવાદના ટીજે દાવડા વેરાવળ સુરતના પીએન ખંડેરીયા ભુજ વ્યારા ના જેવી પટેલને સુરેન્દ્રનગર જામનગરના એસ.એમ કામદારને મોડાસા ભુજના હેમુ પી પટેલને દાહોદ ગોધરાના જેજી દામોદરા ને ભાવનગર, કેશોદના એચડી દામોદરાને જુનાગઢ સંતરામપુરના એ.આર રાણાને જુનાગઢ ને ભુજ રાજકોટના પી જે કાયસ્થ ને રાજકોટ, હાલોલ ના ચેતના પટેલને રાજકોટ સુરતના ફેમિલી કોર્ટ રાજકોટ ધારીના રેખાબેન એલ જાડેજા ને મહેસાણા, વેરાવળના એપી રણધીરને વેરાવળ પાલનપુરના લલિત વાઘને ગાંધીધામ અને મોરબીના એમ જે ખાનને નવસારી ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
