<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

સહુથી વધુ અપમૃત્‍યુ પારિવારિક ઝઘડાને કારણે થતા હોવાનું ચોંકાવનાર તારણ નીકળ્‍યું

આપઘાતના વધતા બનાવોથી ચિંતિત સુરત પોલીસ કમિશનરે કરાવેલ સર્વે એક શહેર પૂરતો મર્યાદિત નહીં, સમગ્ર રાજ્‍યનો આ અરીસો હોવાનું મનોચિકિત્‍સકોનો મત લાંબા સમયના મનોમંથન પછી બે ડીસીપીને વિશેષ જવાબદારી, ૨૪ હેલ્‍પ લાઈન, કાઉન્‍સિલમાં મનોચિકિત્‍સક પણ અનુપમસિંહ ગેહલોતના માનવીય અભિગમ સાથેના અભિયાનમાં જોડાઈ ગયા

રાજકોટ, તા.૨૩: નો ડ્રગ્‍સ ઈન સુરત સહિત લોકોના સહયોગીથી સફળ અભિયાન, વિવિધ વિસ્‍તારોમાં પહોંચી લોકોને સીધા મળી તેમની સમસ્‍યા જાણવી, આ પદ્ધતિ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અમલમાં મૂકતા લોકોમાં તેમના પ્રત્‍યે ખૂબ વિશ્વાસ વધ્‍યો છે. તેમના વિવિધ લોક સંપર્ક દરમિયાન તેમણે જાણવા મળ્‍યું કે, અભ્‍યાસમાં નિષ્‍ફળતા, આર્થિક સંકડામણ, બ્રેકઅપ, સાયબર ફ્રોડ સમસ્‍યા, વ્‍યાજખોરી જેવા મુખ્‍ય કારણ છે.

માનવીય અભિગમ અને સમજના  છેવાડાના માનવીને પણ મળવામાં જેમને કોઈ સ્‍ટેટ્‍સ નડતું નથી તેવા આ ips આ સમસ્‍યાઓ જાણી તેમને આંચકો લાગ્‍યો, અને અપમળત્‍યુના વધતાં જતા આંક ઉપર બ્રેક મારવા લાંબા સમયથી વિવિધ કારણો અને તેના નિવારણ માટે મનોમંથન કર્યું સમાજના વિવિધ વર્ગના લોકો પણ અનુપમસિંહ ગેહલોત સાથે જોડાયા, આપઘાતનો વિચાર ક્ષણિક આવેશમાં આવી લેવાતો હોય છે, આપઘાત કરનાર વ્‍યક્‍તિ સમાજમાં બદનામી જેવા ડરથી કોઇને જાણ કરતો નથી અને શાષા ધર્મ મુજબ વર્ષોના કર્મ પછી મળતી માનવ જિંદગી હતી ન હતી થાય છે.  પોલીસ કમિશનરે દરેક વિસ્‍તારના આંકડા મંગાવ્‍યા, થોડા સેમ્‍પલ દ્વારા તારણ કાઢયા, બે ડીસીપી લેવલના અધિકારીને ખાસ જવાબદારી સુપ્રત કરી. અને લોકો સાથે પ્રેમપૂર્વક સ્‍ટાફ સમસ્‍યા વખતે વર્તન કરે તેવી કડક સૂચના સાથે હેલ્‍પ લાઈને નંબર જાહેર કર્યો. જે રાઉન્‍ડ ધ કલોક કાર્યરત રહશે.

સુરત શહેરમાં ત્રણ વર્ષમાં નોંધાયેલ આપઘાતના કેસોમા  ૪૯૦ અર્થાત ૨૬ ટકા ઘરના ઝઘડાથી બન્‍યાનુ તારણ નીકળ્‍યું. પ્રેમ સંબધો ૧૨.૨૨ ટકા ડીપ્રેશન કારણે આપઘાત થયા.૧૧.૭૬ ટકા નોકરી, કારકિર્દી, સાયબર ફ્રોડ, બ્‍લેક મેઇલિંગ કારણ જવાબદાર હોવાનું તારણ બહાર આવ્‍યું.છે. આ સમસ્‍યા ઉકેલવા માટે પોલીસ હેલ્‍પ લાઇન સાથે મનોચિકિત્‍સક તજજ્ઞો પણ પોતાની સેવા આપી રહ્યા છે.

(4:06 PM IST)