<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

સોનામાં ભાવમાં 2500 રૂપિયાનો કડાકો :1 લાખની ઐતિહસિક સપાટીએ પહોંચ્યા બાદ ભાવમાં ગાબડું

સોનું સસ્તું જ્યારે ચાંદી મોંઘી થઇ :અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 1000 રૂપિયા ઉછળી

અમદાવાદ :સોનાના ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ ઘટ્યા છે. આજે સોનામાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો છે. સોનાનો ભાવ ઘટીન 1 લાખ રૂપિયાની અંદર આવી ગયો છે. લોકો સોનું ખરીદવા માટે ભાવ ઘટવાની રાહ જોઇ રહ્યા છે. આજે સોનું સસ્તુ થયું છે પણ બીજી બાજુ ચાંદી મોંઘી થઇ છે.

સોનાના ભાવ રેકોર્ડ હાઇ 1 લાખ રૂપિયાને સ્પર્શ્યા બાદ ઘટ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનામાં 2500 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આ સાથે 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 99000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.22 એપ્રિલ, 2025ના રોજ અમદાવાદમાં સોનાનો ભાવ 1,01,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જે સોનાનો ઐતિહાસિક ઉંચો ભાવ છે.

 99.5 શુદ્ધ સોનાનો ભાવ 98700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. હોલમાર્ક સોનાનો ભાવ 97020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ભારતના અન્ય શહેરોમાં સોનાના ભાવ 2000 થી 2500 રૂપિયા સુધી ઘટ્યા હતા.

આજે સોનું સસ્તું જ્યારે ચાંદી મોંઘી થઇ હતી. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 1000 રૂપિયા ઉછળી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 97500 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી. તો ચાંદી રુપુનો ભાવ 97300 રૂપિયા પ્રતિ 1 કિલો હતી.

હાજર બજારની સાથે વાયદા બજારમાં પણ સોનાના ભાવ ઘટ્યા હતા. એમસીએક્સ ગોલ્ડ વાયદો 2050 રૂપિયા ઘટીને 95520 રૂપિયા બોલાયો હતો, જે 2.1 ટકાનો ભાવ ઘટાડો દેખાડે છે. તો એમસીએક્સ ચાંદી વાયદો 474 રૂપિયા વધીને 96353 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે

(7:54 PM IST)