News of Wednesday, 23rd April 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમા 525 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 20 યાર્ડના ભાવ
ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 6,338.60 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 6,338.60 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમા 525 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 245 રૂ. અને નીચો ભાવ 81 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 480 રૂ., ખંભાતમાં 360 રૂ., બીલીમોરામાં 320 રુ., અમદાવાદમાં 300 રૂ., ગોંડલમાં 245 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,338.60 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
