<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ (મણમાં) વિજાપુર માર્કેટ યાર્ડમા 951 રૂપિયા બોલાયો: જાણો યાર્ડમાં ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 5,781.48 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :  આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 5,781.48 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) વિજાપુર માર્કેટ યાર્ડમા 951 રૂપિયા બોલાયો હતો. વિજાપુર યાર્ડમાં નીચો ભાવ 465 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હારીજમાં 700 રૂ., જંબુસરમાં 680 રૂ., સિદ્ધપુરમાં 650 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે મહુવામાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 730 રૂ. અને નીચો ભાવ 471 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,781.48 ટન ઘઉંની આવક થઇ છે.

(8:58 PM IST)