<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

સાંતલપુર પાસે ભારતમાલા ટોલ પ્લાઝા પર કાર ચાલાક દ્વારા ફાયરિંગ સાથે તોડફોડ કરાઈ

કાર ચાલકે ટોલબુથના કોમ્પ્યુટર અને સીસીટીવીમાં પણ તોડફોડ કરી

ગુજરાતમાં હાઈવે પર સ્થિત ટોલ બુથ પર અનેક વખત મારામારીના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતના સાંતલપુર પાસે ભારતમાલા ટોલ પ્લાઝા પર ફાયરિંગ સાથે તોડફોડના મામલો સામે આવ્યો છે. 

   આ ટોલ બુથ પરથી ગાડી પસાર કરવા બાબતે કાર ચાલકે માથાકૂટ કરી હતી. ત્યારબાદ કાર ચાલકે ટોલબુથના કોમ્પ્યુટર અને સીસીટીવીમાં પણ તોડફોડ કરી હતી. ટોલબુથના કર્મચારીઓને પણ માર મરાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. 

 

(11:42 PM IST)