<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ (મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 3600 રૂપિયા સુધી બોલાયો :જાણો અન્ય 17 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 237.04 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 237.04 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 3600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1700 રૂપિયા સુધી બોલાયો હતો.

આ સિવાય મોરબીમાં 3 હજાર રૂ., દાહોદમાં 2800 રૂ., અમદાવાદમાં 2700 રૂ., ગોંડલમાં 2600 રૂ., સુરતમાં 2500 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 60 રૂ.થી 180 રૂ. સુધી બોલાયો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 237.04 ટન લીંબુની આવક થઇ છે.

(11:49 PM IST)