News of Thursday, 24th April 2025
સુરતના મૃતકના બાળકો માટે જાહેરાત: આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે કહ્યુંઃ બંને બાળકોનો ભણવાનો ખર્ચ ઉપાડીશું
સુરતના શૈલેષ કળથિયા અંતિમ યાત્રા પહેલાં તેમની પત્નીએ વિલાપ કરતાં ત્યાં ઉપસ્થિત રાજકીય નેતા સામે સરકાર અને સિક્યોરિટી અંગે સવાલો કર્યા હતા

જમ્મુ-કાશ્મીરના પહગામમાં ગત 22 એપ્રિલે આતંકવાદીઓએ ધર્મ વિશે પૂછીને 28 હિન્દુ પુરુષોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેમાં સુરતના શૈલેષ કળથિયાનું પણ મોત થયું છે. આજે સવારે તેમનો મૃતદેહ ઘરે પહોંચ્યો હતો અને પછી અંતિમ સંસ્કાર કરાયા હતા. આ દરમિયાન તેમના પત્નીએ વિલાપ કરતાં સરકાર અને સિક્યોરિટી સામે આકરા સવાલ કર્યા હતા. આ દરમિયાન આંતકીઓ સામે કડક કાર્યવાહી કરવાનું ત્યાં ઉપસ્થિત સાંસદ CR પાટીલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ પછી સુરતની આશાદીપ ગ્રપ ઓફ સ્કૂલ દ્વારા મૃતક શૈલેષભાઈના બંનેના બાળકોને ભણવા માટે મદદરૂપ થવા અને ખર્ચો ઉપાડવાની તૈયારી બતાવી છે.
આશાદીપ ગ્રૂપ ઓફ સ્કૂલના મેમ્બરે જણાવ્યું કે, બે દિવસ પહેલાં કાશ્મીરમાં બનેલી આતંકવાદીના હુમલાની ઘટનામાં 28 હિન્દુ પુરુષોના મોત થયા છે. એમાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું પણ મોત થયું છે. તેઓ મહારાષ્ટ્રમાં SBI બેન્કના મેનેજર તરીકે કામ કરતા હતા. તેમના બાળકો ત્યાં અભ્યાસ કરતા હતા. હવે સુરત શહેરમાં એમનો પરિવાર અહીં રહેતો હોવાથી એમના બાળકોને અહિંયા ભણાવવા માટે આશાદિપ ગ્રૂપ ઓફ સ્કૂલ દ્વારા બાળકોનો અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી રહ્યા છીએ. એમના હાયર એજ્યુકેશન માટે કંઈ પણ રિક્વાયરમેન્ટ હશે તો આશાદીપ ગ્રૂપ ઓફ સ્કૂલ અમે મદદરૂપ થવા માટે વિનંતી કરવના છીએ.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સાંજે હવાઈ માર્ગે સુરતના શૈલેષ કળથિયાનો મૃતદેહ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને શહીદ જેવું સન્માન આપવામાં આવ્યું હતું. આજે સવારે મૃતદેહ ઘરે પહોંચતા પરિજનોના હૈયાફાટ રુદનથી ભારે ગમગીની પ્રસરી ગઈ હતી. આ પછી અંતિમ વેળાએ મોટી સંખ્યામાં રાજકીય નેતા અને લોકો જોડાયા હતા.
સુરતના શૈલેષ કળથિયા અંતિમ યાત્રા પહેલાં તેમની પત્નીએ વિલાપ કરતાં ત્યાં ઉપસ્થિત રાજકીય નેતા સામે સરકાર અને સિક્યોરિટી અંગે સવાલો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક શૈલેષ કળથિયાની અંતિમ યાત્રામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ સહિત, રાજકીય આગેવાનો અને આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
