તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
શનિ થી બુધ હીટવેવની આગાહીઃ પારો ૪૫ ડીગ્રીએ પહોંચશે
વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૨૪ તથી ૩૦ એપ્રિલ સુધીની આગાહીઃ આજે-કાલે તાપમાન ૪૨ થી ૪૩.૫ ડીગ્રી અને તા.૨૬ થી તા.૩૦ સુધી તાપમાનની રેન્જ ૪૩ થી ૪૫ ડીગ્રી વચ્ચે રહેશેઃ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સવારે ભેજબિંદુ કે મેઘરવો થવાની સંભાવના

રાજકોટઃ સૂર્યદેવનો પ્રકોપ જારી છે ત્યારે આવતા અઠવાડીયે પણ ગરમીમાં રાહત મળવાની નથી. કેટલીક જગ્યાએ હીટવેવનો માહોલ સર્જાશે કોઇ સેન્ટરોમાં તાપમાન ૪૫ ડીગ્રીને વટાવી જવાની સંભાવના વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે વ્યકત કરી છે.
તેઓએ જણાવેલ કે ગત આપેલી આગાહી મુજબ તા.૨૨,૨૩ના તાપમાન વધશે તે મુજબ ગઇ કાલે રાજકોટ ૪૩.૫ (૩.૫ નોર્મલથી વધુ), અમરેલી ૪૨.૯ (નોર્મલથી ૨ ડીગ્રી ઉંચું), ડીસા ૪૨.૮ (નોર્મલથી ૩ ડીગ્રી ઉંચુ), અમદાવાદ ૪૨.૭ (૨.૫ ડીગ્રી નોર્મલથી ઉંચુ), ભુજ ૪૩.૩ (નોર્મલથી ૪ ડીગ્રી ઉંચુ), ગાંધીનગર ૪૨.૮ (નોર્મલથી ૩ ડીગ્રી ઉંચુ), સુરેન્દ્રનગર ૪૩.૭ ડીગ્રી (નોર્મલથી ૪ ડીગ્રી ઉંચુ) નોંધાયેલ.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૨૪ થી ૩૦ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવેલ કે પવન મુખ્યત્વે પશ્ચિમી દીશા રહેશે. પવનની ઝડપ ૧૦ થી ૧૫ કિ.મી. (પ્રતિકલાક) ઝાટકાના ૨૦ થી ૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.
સવારના ભેજની પરીસ્થિતિઃ તા.૨૬થી ૩૦ એપ્રિલ દરમ્યાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સવારે વધુ ભેજનું પ્રમાણ જોવા મળશે. આ દિવસોમાં સવારે ભેજબિંદુ કે મેઘરવો થવાની સંભાવના છે.
આકાશી પરીસ્થિતિઃ મોટાભાગના દિવસો આકાશ સ્વચ્છ રહેશે. એક-બે દિવસ છુટાછવાયા વાદળા જોવા મળે.
તાપમાનની પરીસ્થિતિઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવે ૪૦ ડિગ્રી નોર્મલ તાપમાન ગણાય. ડીસા અને ભુજમાં ૩૯.૫ ડીગ્રી અને અમરેલીમાં ૪૦.૫ ડીગ્રી નોર્મલ તાપમાન ગણાય.
આગાહીઃ તાપમાન માટે ૨૪-૨૫ એપ્રિલ હાલની પરીસ્થિતિ ચાલુ રહેશે. ૪૨ થી ૪૩.૫ ડીગ્રીની રેન્જ..
તા.૨૬ થી ૩૦ એપ્રિલ સૌરાષ્ટ્ર-કચ્છ- ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવ જેવી પરીસ્થિતી સર્જાઇ શકે છે મહતમ તાપમાનની રેન્જ ૪૩ થી ૪૫ ડીગ્રી વચ્ચે રહેશે.(૩૮.૩૧)
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
