તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
કેશોદ સરકારી હોસ્પિટલના દિપેન અટારાની સંગઠન મંત્રી તરીકે વરણી
ગુજરાત રાજય ફાર્માસીસ્ટ મંડળમાં અમદાવાદ ખાતેની સામાન્ય સભામાં બે વર્ષ માટે હોદેદારોની વરણીઃ શુભેચ્છા વર્ષા

રાજકોટ, તા. ર૪: તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત રાજય ફાર્માલીસ્ટ મંડળની વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં આગામી બે વર્ષો માટે હોદેદારોની વરણી કરવામાં આવી હતી. હોદેદારોમાં ભાવનગર ઝોનમાંથી સરકારી હોસ્પિટલ, કેશોદના ફાર્માસીસ્ટ શ્રી દિપેનભાઇ અટારાની સંગઠન મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. રાજય ફાર્માસીસ્ટ મંડળની નવનિયુકત ટીમ સમગ્ર ગુજરાતના ફાર્માસીસ્ટસના યોગ્ય પ્રશ્નોને વાચા આપીને યથાયોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે તેવું યાદીમાં જણાવાયું છે. સંગઠન મંત્રી તરીકે નિમણુંક પામેલા શ્રી દિપેનભાઇ અટારા (મો. નં. ૯૮૨૫૩ ૬૫૯૫૯) કેશોદના રઘુવંશી સમાજમાં પણ સામાજીક-સેવાકીય કાર્યો સાથે સતત સંકળાયેલા રહે છે. તેઓ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
