તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
રાજકોટમાં ઉજવાયેલ રંગોત્સવ સેલિબ્રેશન રિબડા ગુરુકુલના 583 વિદ્યાર્થીઓ જોડાયા જેમાંથી 118 નેશનલ લેવલે અને 81 વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય લેવલે વિજેતા.

અમદાવાદ તા.22રાજકોટમા ઉજવાયેલ રંગોત્સવ સેલિબ્રેસનમાં રીબડા સ્વામિનારાયણ ગુરુકુલના 583 વિદ્યાર્થોઓ જોડાયા હતા જેમાંથી 118 વિદ્યાર્થીઓ નેશનલ લેવલે વિજેતા થયા છે જ્યારે 81 વિદ્યાર્થીઓ આતરરાષ્ટ્રીય લેવલે વિજેતા થતા
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતુ કે સંસ્થાની દરેક રીતે પ્રગતિ જોઇને ખૂબજ આનંદ થાય છે સંસ્થા દરેક ભાગમાં આગળ વધે તેવી પ્રાર્થના છે. આ પ્રસંગે સંસ્થાના ડાઇરેકટર ધર્મવત્સલદાસજી સ્વામીએ વિજેતા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.વિજેતા વિદ્યાર્થીઓમાં ધો,7ના કાપડીયા કેવલ,ધો.2 ના વિદ્યાર્થી વાછાણી ધૈર્ય,ધો.3ના વિદ્યાર્થી લીલા નિયમ,ધો8ના વિદ્યાર્થી આરવ ઠેસિયા વિજેતા થતા વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી કિમતી ગીફ્ટ આપવામાં આવી હતી. તમામ વ્યવસ્થા શાલાના આચાર્ય જિજ્ઞેશભાઇ એ સંભાળી હતી.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
