તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
રાજકોટના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મહેન્દ્રભાઈ મહેતા સહી સલામત રીતે જમ્મુ પહોચી ગયા છે
જમ્મુમાં શાંતિ છે : રાજકોટ આવવાની ટ્રેન ટિકિટ સાવચેતી ખાતર રદ કરાવી છે : અકિલા સાથે મહેતા દંપતિની જમ્મુથી વાતચીત

રાજકોટ, તા., ૨૪ : અત્રેના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મહેન્દ્રભાઈ મહેતા અને તેમના પત્ની મયુરીબેન અને અન્ય મિત્રો સાથે ટ્રાવેલ્સ સહિતની મુસાફરી માટે કાશ્મીર ફરવા ગયા છે . ભાવનગરના કેટલાક પ્રવાસી સાથે છે. તેઓ ગઈ કાલે રાતે ૮ વાગ્યે જમ્મુ સહીસલામત પહોચી ગયાનું અકિલા સાથેની વાતચીતમાં જમ્મુથી જણાવેલ.
તેઓનો નિર્ધારિત પ્લાન કટરા રોકાવાનો હતો, પણ પ્રવર્તમાન સંજોગો ધ્યાને રાખી અને તંત્રની સલાહ મુજબ જમ્મુ પહોચ્યા છે. જમ્મુમાં શાંતિ પ્રવર્તી રહી છે.
આતંકી ઘટના સ્થળથી તેઓ ૫ કી.મી.દૂર હતા તેથી કુદરતની કળપાથી ઊગરી ગયેલ. તેઓ દ્વારા રાજકોટ આવવા ટ્રેન બુકિંગ કરાવેલ. સાવચેતી ખાતર આ બુકિંગ હાલ તુરંત કેન્સલ કરાવેલ છે.અમારી સાથે સહુ સહી સલામત છે, કોઈ ચિંતા ન કરવા જણાવ્યું છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
