<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

અમદાવાદ કોંગ્રેસના મોટા નેતાઓ વિરુદ્ધ પત્રિકા વાયરલ : ભાજપ સાથે ભળેલા હોવાના આરોપ :સસ્પેન્ડ કરવાની માંગણી :ખળભળાટ

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમાર વિરુદ્ધ પત્રિકા વાઇરલ : કાર્યાલય પર પથ્થરમારાની ઘટનાનો ઉલ્લેખ : શૈલેષ પરમારને બચાવવા કોંગ્રેસના કાર્યકરોની બલિ ચઢાવાઈ હોવાનો આરોપ

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની સેન્સ પ્રક્રિયા સમયે જ પત્રિકા કાંડ સામે આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમાર વિરુદ્ધ પત્રિકા વાઇરલ થઇ છે. બંને નેતાઓ પર આક્ષેપ કરતી નનામી પત્રિકાઓ વાઇરલ થઇ છે.પત્રિકામાં શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલને સસ્પેન્ડ કરવા માંગ કરાઈ છે. નામ વિનાની પત્રિકામાં હિમ્મતસિંહ પટેલ અને શૈલેષ પરમાર ભાજપ સાથે મળેલા હોવાનો આરોપ કરાયો છે.

  કોંગ્રેસ કાર્યલય પર પથ્થરમારાની ઘટનામા હિંમતસિંહ પટેલે ભાજપ સાથે સેટિંક કર્યુ હોવાનો આક્ષેપ કરાયો છે. શૈલેષ પરમારને બચાવવા કોંગ્રેસના કાર્યકરોની બલિ ચઢાવાઈ હોવાનો આરોપ પણ લગાવાયો છે. ભાજપ-કોંગ્રેસની મિલીભગતના કારણે કોંગ્રેસના કાર્યકરોએ જેલની હવા ખાવી પડી હોવાનો આરોપ પત્રિકામાં કરવામાં આવ્યો છે.

 

(7:12 PM IST)