<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5210 રૂપિયા બોલાયો: જાણો 33 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતની 33 માર્કેટિંગ યાર્ડમાં કુલ 767.23 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 33 માર્કેટિંગ યાર્ડમાં કુલ 767.23 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5210 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3650 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત હળવદમાં 4574 રૂ., હારીજમાં 4550 રૂ., ગોંડલમાં 4531 રૂ., ભાભરમાં 4500 રૂ., રાજકોટમાં 4490 રૂ., બોટાદમાં 4485 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 767.23 ટન આવક થઇ છે.

(7:47 PM IST)