તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th April 2025
અમદાવાદ મનપાની એસ્ટેટ કમિટીમાં ભદ્ર બજાર વિસ્તારના દબાણનો મુદ્દો ગુંજ્યો
આ અંગે પૂછવામાં આવતા ડેપ્યુટી ટીડીઓ દ્વારા દબાણ નહિ હોવાનું જણાવ્યું પરંતુ જયારે તુરંત સ્થળ તપાસ માટે કહેવાયુ તો ફેરવી તોળ્યું

અમદાવાદના ભદ્ર બજાર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને તેની પાછળનું કારણ છે ગેરકાયદે લગાવવામાં આવતા પાથરણા.અમદાવાદમાં સતત આ સમસ્યા વિકટ બની રહી છે. પરંતુ દબાણ વિભાગ દ્વારા નક્કર કામગીરી કરવામાં નથી આવતી. જેના કારણે સતત ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે
.આજે એસ્ટેટ કમિટીની બેઠક મળી હતી જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.કમિટીના સભ્યો દ્વારા આ અંગે પૂછવામાં આવતા ડેપ્યુટી ટીડીઓ દ્વારા ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હતો .દબાણ નહિ હોવાનું જણાવ્યું હતું પરંતુ આ અંગે જયારે તુરંત સ્થળ તપાસ માટે કહેવામાં આવતા ડેપ્યુટી ટીડીઓ ચિંતન એન્જીનીયર ફેરવી તોળ્યું હતું જેથી તેના વિરુદ્ધ ઠપકા દરખાસ્ત લાવવામાં આવી હતી અને તેની સર્વિસ બુકમાં પણ તેની નોંધ કરવામાં આવનાર છે
(1:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
