તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th April 2025
અમદાવાદ મેટ્રો કોર્ટમાં પહેલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વકીલોએ શોકસભા યોજી
ગુજરાત હાઇકોર્ટે પણ કોર્ટ કર્યાવહી શરૂ થતા પહેલા 2 મિનિટ મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદ : કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દુનિયાભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ આતંકવાદીઓ સામે જડબાતોડ જવાબ આપવા માટે કેન્દ્ર સરકાર પાસે દરેક નાગરિક માંગ કરી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મેટ્રો કોર્ટ ખાતે વકીલોએ પણ આતંકી હુમલાને વખોડ્યો હતો અને આતંકવાદીઓને સમાજમાં દાખલો બેસે તેવી રીતે મૃત્યુ આપવા માટેની માંગ કરવામાં આવી છે. કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં મૃતકોનો વકીલોએ શ્રદ્ધાંજલિ આપી શોકસભા યોજી હતી. જ્યારે ગુજરાત હાઇકોર્ટે પણ કોર્ટ કર્યાવહી શરૂ થતા પહેલા 2 મિનિટ મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
(1:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
