<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

I-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ખેડૂતો હવે અરજીનું સ્‍ટેટસ જાતે ટ્રેક કરી શકશે

અમદાવાદ,તા.૨૫: ગાંધીનગર ખાતેથી કળષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્‍તે નવી આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલનો શુભારંભ કરાયો છે. આઈ-ખેડૂત પોર્ટલ શરૂ થયું ત્‍યારથી અત્‍યાર સુધીમાં ૪૧ લાખથી વધુ ખેડૂતોએ કુલ રૂ. ૭૬૭૦ કરોડથી વધુના યોજનાકીય લાભો પોર્ટલ મારફત મેળવ્‍યા છે. સમયની માંગ અને આઈ-ખેડૂત પોર્ટલ બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્‍યાને લઈ નવીન ટેકનોલોજી આધારિત આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલૅ વિકસાવ્‍યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે કળષિ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અરજી કરી શકે તે હેતુથી આ નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨૪મી, અપ્રિલથી આગામી ૧૫મી, મે, ૨૦૨૫ સુધી, એમ કુલ ૨૨ દિવસ માટે ખૂલ્લું મૂકાયું છે. જેમાં અત્‍યારે ખેતીવાડી વિભાગના ૪૫ ઘટક અને બાગાયત વિભાગના ૫૦ ઘટક માટે અરજી મેળવાશે. ખેડૂત પોતાની અરજીનું સ્‍ટેટસ જાતે ટ્રેસ કરી શકશે.

કળષિ વિભાગના અધિક મુખ્‍ય સચિવ ડો. અંજુ શર્માએ જણાવ્‍યું હતું કે, આ નવી આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલના પ્રારંભથી ખેડૂતોને વધુ સુવિધાયુક્‍ત સેવાઓ મળે અને નાના-નાના કામો માટે ધક્કા ન ખાવા પડે તે હેતુથી નવીન પોર્ટલમાં અનેકવિધ સુધારાઓ કરાયા છે. તમામ અરજીનો જિલ્લા-તાલુકા કક્ષાએથી ડ્રો કરીને અગ્રતા યાદી તૈયાર કરાશે અને પૂર્વ મંજૂરી અપાશે. યોજનાકીય લાભ મેળવવા માટે ખેડૂતોએ સૌ-થમ વેબસાઈટ પર નોંધણી કરવાની રહેશે. ખેડૂત ભાઈઓએ પોતાની જમીનની વિગત, મોબાઈલ નંબરની વિગતો ભરી સરળતાથી નોંધણી કરી શકશ

SMSથી ખેડૂતોને અપડેટ કરાશેઃ અરજી કર્યા બાદ ડાડના માધ્‍યમથી ખેડૂતોને સમયસર સૂચનાઓ અને અપડેટ્‍સથી દરેક તબક્કે માહિતગાર કરાશે. હવે મેન્‍યુઅલ ફોલોઅપ્‍સ નહીં, સિસ્‍ટમ આપમેળે અધિકારીઓને મંજૂરીઓ માટે સૂચનાઓ ટ્રીગર કરશે. આ પોર્ટલ પર ખેડૂતને પૂર્વ મંજૂરી મળ્‍યા બાદ સાધન, ઘટક ખરીદી, બાંધકામ વગેરે માટે રજૂ કરવાના થતા બીલ- ડોકયુમેન્‍ટ ખેડૂત હવે જાતે જ પોર્ટલ પર અપલોડ કરી શકશે. જેથી તેમને સહાય ચૂકવણું થઇ શકે. આ પોર્ટલમાં એક મોબાઈલ એપ્‍લિકેશન પણ ડેવલપ કરાશે. જેનો ઉપયોગ ખેડૂત દ્વારા ખરીદી કરેલ સાધન અથવા ઘટકના વેરિફિકેશન માટે થશે. આ એપ્‍લિકેશનમાં વેરિફિકેશન કરનાર અધિકારી-કર્મચારી દ્વારા સાધન-ઘટકનો લેટ-લોંગ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે.ે.

(10:30 AM IST)