તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
રાજયમાં ઉનાળો આકરો: ગરમીનો સતત ઉંચકાતો પારો: ભૂજ રાજ્યનું સૌથી ગરમ શહેર:જાણો હવામાન વિભાગની આગાહી :જુઓ સંપૂર્ણ યાદી
42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ભૂજ રાજ્યનું સૌથી ગરમ શહેર: અમદાવાદમાં 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું

અમદાવાદ :ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. ધીમે ધીમે ગરમીનો પારો ઉપર જતો જાય છે. એપ્રિલ મહિનો પુરો થવા આવ્યો છે ત્યારે ઉનાળો પણ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચાર દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતા હવામાન વિભાગે સેવી હતી.
ગુજરાતમાં વધતી જતી ગરમી વચ્ચે હવામાન વિભાગે આપેલા તામાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારમાં ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 31.8 ડિગ્રીથી લઈને 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ભૂજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દ્વારકામાં 31.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં તાપમાન વધતાની સાથે અમદવાદામાં પણ તાપમાન યથાવત રહ્યું હતું. અમદાવાદમાં 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે આકાશમાંથી આગ વરસવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા
રાજ્યમાં આગામી ચાર દિવસોમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય એવું હવામાન વિભાગનું કહેવું છે. જોકે ચાર દિવસ બાદ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થશે.આગામી ચાર દિવસ પછી રાજ્યના લોકોએ હજી પણ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.

(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
