<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

વિનાયક ચતુર્થીના વ્રત સાથે થશે મેં મહિનો શરૂ :વાત સાવિત્રીનું વ્રત કયારે : જાણો દરેક ઉપવાસ અને તહેવારોની સાચી તારીખ.

સીતા નવમી, શનિ જયંતિ, બુદ્ધ પૂર્ણિમા, અપરા એકાદશી, ભાનુ સપ્તમી, મોહિની એકાદશી, ગંગા સપ્તમી, પરશુરામ દ્વાદશી, નરસિંહ જયંતિ અને જ્યેષ્ઠ અમાવસ્યા જેવા પાવન તહેવારો આવશે.

અમદાવાદ : મે મહિનો ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂઆત થશે અને જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ પૂર્ણ થશે. સમગ્ર મહિનામાં અનેક મહત્વપૂર્ણ ઉપવાસ અને તહેવારો આવવાના છે.

મે મહિનાના પ્રથમ દિવસે વિનાયક ચતુર્થીનું વ્રત મનાવવામાં આવશે અને મહિનાનો અંત પણ વિનાયક ચતુર્થીના વ્રત સાથે થશે.

આ મહિને વટ સાવિત્રી વ્રત, સીતા નવમી, શનિ જયંતિ, બુદ્ધ પૂર્ણિમા, અપરા એકાદશી, ભાનુ સપ્તમી, મોહિની એકાદશી, ગંગા સપ્તમી, પરશુરામ દ્વાદશી, નરસિંહ જયંતિ અને જ્યેષ્ઠ અમાવસ્યા જેવા પાવન તહેવારો આવશે. દરેક વ્રત અને તહેવારનું પોતાનું વિશિષ્ટ મહત્વ છે. આવો જાણીએ, મે મહિનાના દરેક ઉપવાસ અને તહેવારોની સાચી તારીખ.

મે 2025ના વ્રત-તહેવાર

તારીખવારતહેવાર/વ્રત1 મે 2025ગુરુવારવિનાયક ચતુર્થી વ્રત2 મે 2025શુક્રવારસંત સુરદાસ જયંતિ, શંકરાચાર્ય જયંતિ, રામાનુજન જયંતિ, સ્કંદ ષષ્ઠી3 મે 2025શનિવારગંગા સપ્તમી4 મે 2025રવિવારભાનુ સપ્તમી5 મે 2025સોમવારસીતા નવમી, બગલામુખી જયંતિ, માસિક દુર્ગાષ્ટમી8 મે 2025ગુરુવારમોહિની એકાદશી વ્રત, પરશુરામ દ્વાદશી9 મે 2025શુક્રવારપ્રદોષ વ્રત11 મે 2025રવિવારનરસિંહ જયંતિ, છિન્નમસ્તા જયંતિ12 મે 2025સોમવારવૈશાખ પૂર્ણિમા, બુદ્ધ જયંતિ, કુર્મ જયંતિ13 મે 2025મંગળવારજ્યેષ્ઠ માસ શરૂ, નારદ જયંતિ15 મે 2025ગુરુવારવૃષભ સંક્રાંતિ16 મે 2025શુક્રવારગણેશ ચતુર્થી વ્રત, એકદંત સંકષ્ટી ચતુર્થી20 મે 2025મંગળવારકાલાષ્ટમી, માસિક કૃષ્ણ જન્માષ્ટમી23 મે 2025શુક્રવારઅપરા એકાદશી વ્રત24 મે 2025શનિવારપ્રદોષ વ્રત, શનિ ત્રયોદશી25 મે 2025રવિવારશિવ ચતુર્દશી વ્રત, માસિક શિવરાત્રી26 મે 2025સોમવારવટ સાવિત્રી વ્રત, દર્શ અમાવસ્યા27 મે 2025મંગળવારસ્નાન-દાન અમાવસ્યા, શનિ જયંતિ, જ્યેષ્ઠ અમાવસ્યા29 મે 2025ગુરુવારરંભા તીજ વ્રત30 મે 2025શુક્રવારવિનાયક ચતુર્થી વ્રત

(12:14 PM IST)