<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

પ્રેસનોંધ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા રૂપિયા. 5,55,555/- નું માતબર દાન ...

 

વિશ્વ જ્યોત ટ્રસ્ટ - રૂણ  બકુલા બા  ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટની નૂતન સંસ્થાનો શુભારંભ.....

શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રવેશ દ્વારનું ઉદ્દઘાટન કરાયું.....


વિશ્વ જ્યોત ટ્રસ્ટ - રૂણ બકુલા બા ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ - રૂણ નૂતન સંસ્થાનો શુભારંભ અન્વયે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ દ્વારા રૂપિયા. 5,55,555/- નું માતબર દાન અર્પણ કરાયું હતું.

પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની આજ્ઞા અન્વયે સં. સિ. શ્રી વિજ્ઞાનપ્રકાશદાસજી સ્વામી તથા મહંત સં. સિ. શ્રી નિર્માનપ્રિયદાસજી સ્વામી દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપા પ્રવેશ દ્વારનું ઉદ્દઘાટન કરાયું હતું.

21 મી સદીના જ્ઞાન, કૌશલ્ય અને ટેક્નોલોજીના સમન્વય દ્વારા સ્કીલ ઈન્ડિયાએપ્રોચ અન્વયે આત્મ નિર્ભર બનાવતી કન્યા કેળવણી, કૌશલ્યવર્ધક કેન્દ્ર કે જેમાં દીકરીઓ માટે શિક્ષણ વર્ગ, બ્યુટી પાર્લર, બેકરી, ભરત ગૂંથણ જેવા ટેકનિકલ શિક્ષણ પણ આપવામાં આવશે.

પ. પૂ. શ્રી મોરારીદાસજી મહારાજ, મહંત શ્રી સંતરામ મંદિર, સંતવૃંદ, શ્રી વિપુલભાઈ પટેલ, ધારાસભ્યશ્રી, શ્રી કલ્પેશભાઈ પરમાર, ધારાસભ્યશ્રી, શ્રી ઘનશ્યામભાઈ શીવાભાઈ પટેલ વિગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.


સં. સિ. શ્રી નિર્માનપ્રિયદાસજી સ્વામી
મહંત

 

(12:14 PM IST)