તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
રાજ્યના વિવિધ શહેરોમાં નોકરી મેળવવાની સોનેરી તક : ₹60,000 પગારવાળી નોકરીઓ : જાણો સમગ્ર વિગત
જાણો ACB ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી

અમદાવાદ : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજ્યના વિવિધ શહેરોમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા ગુજરાતના ચાર શહેરોમાં કાયદા સલાહકાર અને ટ્રાન્સલેટરની ભરતી બહાર પાડી છે. એસીબી દ્વારા કૂલ 5 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવી છે.
ACB ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.


કાયદા સલાહકાર માટે લાયકાત
- શૈક્ષણિક લાયકાત – માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ.
- અનુભવ – કાયદા ક્ષેત્રમાં વકીલ તરીકે 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી, નિવૃત ન્યાયાધીશ તથા નિવૃત સરકારી વકીલ પણ અરજી કરી શકશે
- સેશન્સ કોર્ટમાં કેસો ચલાવેલા હોવા જોઈએ, ખાસ એ.સી.બી.ના કેસો ચલાવેલ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
- ગુનાને લગતા કાયદાનું જ્ઞાન તેમજ અનુભવ ધરાવતા હોવા જોઈએ

(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
