<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અમદાવાદમાં ઔડાની મોટી કાર્યવાહી : BU પરમિશન, ફાયર NOC વગરની 750 બિલ્ડિંગને નોટિસ ફટકારી

બિલ્ડીંગનો ઉપયોગ ન કરવા માટે પણ નોટિસમાં તાકીદ કરાઇ: જો બિલ્ડીંગમાં દુર્ઘટના કે અકસ્માતની ઘટના બનશે તો જે તે માલિક જવાદાર ગણાશે તેવું પણ કહેવાયું છે.

અમદાવાદમાં AUDAએ BU પરમિશન, ફાયર NOC વગરની 750 બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. આ બિલ્ડીંગો માટેની બીયૂ પરમિશન અને ફાયર NOC 15 દિવસની અંદર જમા કરાવવાની રહેશે. એટલું જ નહીં.. આ સમયગાળા દરમ્યાન બિલ્ડીંગનો ઉપયોગ ન કરવા માટે પણ નોટિસમાં તાકીદ કરાઇ છે.. આ દરમ્યાન જો બિલ્ડીંગમાં દુર્ઘટના કે અકસ્માતની ઘટના બનશે તો જે તે માલિક જવાદાર ગણાશે તેવું પણ કહેવાયું છે.

રાજ્ય સરકારે ઉંચી ઇમારતો માટે એસઓપી ઘડી હતી જેના એક ભાગરૂપે આ ઇમારતોને આ નોટિસો ફટકારવામાં આવી છે. જો નોટિસનો સમયગાળો પૂર્ણ થાય ત્યાં સુધીમાં BU પરમિશન અને ફાયર NOC નહીં મેળવવામાં આવી હોય તો બિલ્ડીંગ સિલ કરી દેવાશે

આ તમામ ઇમારતોને 25 દિવસ અગાઉ જ નોટિસો પાઠવી દેવામાં આવી હતી પરંતુ તેઓએ તેનો કોઇ પ્રત્યુત્તર આપ્યો નહોતો તેવું પણ સામે આવ્યું છે જેને પગલે ઔડાએ હવે કડક પગલા લેવાની તૈયારી કરી છે

 


 

(4:18 PM IST)